1. Home
  2. revoinews
  3. ભારત ચીન સીમા પર તૈનાત કરશે અમેરિકી હથિયાર, હવે ખાસ તોપ-હેલિકૉપ્ટરથી દુશ્મનોને જડબાતોડ જવાબ મળશે
ભારત ચીન સીમા પર તૈનાત કરશે અમેરિકી હથિયાર, હવે ખાસ તોપ-હેલિકૉપ્ટરથી દુશ્મનોને જડબાતોડ જવાબ મળશે

ભારત ચીન સીમા પર તૈનાત કરશે અમેરિકી હથિયાર, હવે ખાસ તોપ-હેલિકૉપ્ટરથી દુશ્મનોને જડબાતોડ જવાબ મળશે

0

ભારત અને ચીન સીમા પર બન્ને દેશના સૈનિકો વચ્ચે અથડામણની ખબરો આવતી રહે છે. તેથી ભારત હવે ચીન પાસેની અરુણાચલ સીમા પર તેની વ્યૂહાત્મક શક્તિ વધારવા માટે આધુનિક હથિયારો તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ હથિયારોમાં M777 હૉવિત્ઝર તોપ અને ચિનૂક હેલિકૉપ્ટર શામેલ છે. સૂત્રોનુસાર, આ અભિયાનનું કોડનેમ હિમ વિજય રખાયું છે. સૂત્રોનુસાર, આ એકસરસાઇઝ નૉર્થ ઇસ્ટમાં 17 માઉન્ટેન સ્ટ્રાઇક કૉર્પ્સની યુદ્વ ક્ષમતાઓ પારખવા માટે બનાવાઇ છે. આ યુદ્વાભ્યાસમાં ભારતીય વાયુસેનાને પણ શામેલ કરાઇ છે. વાયુસેના મુખ્ય રીતે યુદ્વના સમયે હવા મારફતે સહાયતા પ્રદાન કરશે.

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હિમવિજય અભ્યાસ દરમિયાન 17 માઉંટેન સ્ટ્રાઇક કૉર્પ્સને M777 હૉવિત્ઝર ઉપલબ્ધ કરાવાશે. સૈનિકો યુદ્વ દરમિયાન થતા ઉપયોગ પ્રમાણે જ તેનો ઉપયોગ કરશે. આ યુદ્વાભ્યાસમાં અમેરિકા પાસેથી મેળવેલા ચિનૂક હેલિકૉપ્ટરને પણ શામેલ કરાશે.

સેના અધિકારી અનુસાર ચિનૂક હેલિકૉપ્ટરને નૉર્થ ઇસ્ટના કોઇપણ હિસ્સામાં તૈનાત નથી કરાયું. જો કે આવનારા સમયમાં તેને નૉર્થ ઇસ્ટમાં તૈનાત કરી શકાય છે. આ યુદ્વાભ્યાસમાં આ હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ કરાશે.

અરુણાચલ અને લડાખ જેવા વિસ્તારોમાં કારગર
એમ777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝરને ભારતીય વાયુસેનામાં M K-9 વાઝરા અને ધનુષ હોવિત્ઝર સાથે શામેલ કરાયું છે. આ સમયે સેનામાં 145 હોવિત્ઝર સેવામાં છે. જે પહાડી વિસ્તારોમાં ભારે વાહનો લઇને નથી જઇ શકાતું એ વિસ્તારોમાં હોવિત્ઝરનો ઉપયોગ થાય છે. હોવિત્ઝરને ચિનૂક હેલિકૉપ્ટરથી એરડ્રોપ કરી શકાય છે. તેથી લડાખ અને અરુણાચલ જેવા વિસ્તારોમાં તે ખૂબજ કારગર નિવડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.