1. Home
  2. revoinews
  3. કોંગ્રેસે કરી ગાંધીજીના આદર્શોની હત્યા – સીએમ યોગી આદિત્યનાથ
કોંગ્રેસે કરી ગાંધીજીના આદર્શોની હત્યા – સીએમ યોગી આદિત્યનાથ

કોંગ્રેસે કરી ગાંધીજીના આદર્શોની હત્યા – સીએમ યોગી આદિત્યનાથ

0
  • મહાત્મા ગાંધીની જયંતી પર યુપી વિધાનસભાનું સત્ર શરૂ
  • આ સત્ર 36 કલાક સુધી ચાલશે – સૌથી લાંબી કાર્યવાહી
  • સીએમ યોગીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મહાત્મા ગાંધીની 150મી જયંતી પર ઉત્તર પ્રદેશમાં વિધાનમંડળનું વિશેષ સત્ર શરૂ થઇ ચૂક્યું છે, જે આગામી 36 કલાક સુધી સતત ચાલશે. પ્રથમવાર ખાસ અવસર પર સદનની કાર્યવાહી લાંબા સમય સુધી ચાલશે. મુંખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનમાં બોલતા કહ્યું હતું કે મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા મળે છે. આ દરમિયાન સીએમ યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે કોંગ્રેસે જ સૌથી વધુ ગાંધીજીના આદર્શોની હત્યા કરી છે, તેથી જ ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઇએ.

મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને અન્ય વિરોધી દળોના બહિષ્કાર પર નિશાન સાધ્યું હતું અને વિપક્ષની તુલના દુર્યોધન સાથે કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકોએ ગાંધીજીના નામ પર સત્તા ચલાવી, તેઓનું ગાંધી જયંતીના અવસર પર સદનનો બહિષ્કાર કરવો શરમજનક બાબત છે. ગરીબોના હક પર તરાપ મારવાને પહેલાની સરકાર જન્મસિદ્વ અધિકાર માનતી હતી. સત્ય સામે ના આવી જાય તેથી વિપક્ષે સદનમાં આ બાબતે ચર્ચા કરવાનું હમેશા ટાળ્યું છે. સ્વસ્થ જીવન માટે સ્વચ્છતા આવશ્યક છે અને સરકાર એ જ દિશામાં આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીમાં જનતાએ દર્શાવ્યું કે હવે જાતિઓ માત્ર વોટ માટે નથી, પરંતુ દરેક વિકાસની સાથે છે. તેથી વિપક્ષ અકળાયું છે. વારંવાર વિપક્ષ એ વાત પર ચર્ચા કરતું હતું કે અમે પાર્ટી લાઇનતી હટીને પોતાની વાત વ્યક્ત કરી શકે, આજે તે અવસર મળ્યો છે. મને આશ્વર્ય છે કે આ વિશેષ સત્ર માટે દરેકની સહમતિ હતી પરંતુ હવે સરકાર આગળ આવી છે તો વિપક્ષ નથી. તેથી તે સ્પષ્ટપણે ગરીબો, સદન અને બાપુનું અપમાન છે.

તે ઉપરાંત સાંસદોને ટાંકીને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશને ટીબી મુક્ત કરવા માટે દરેક સાંસદો તેના વિધાનસભા ક્ષેત્રોમાં 5-6 બાળકોના ઇલાજની જવાબદારી ઉઠાવે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશનું 36 કલાકનું આ ઐતિહાસિક ક્ષત્ર વિપક્ષ વગર ચાલી રહ્યું છે. કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીએ સદનથી બહિષ્કારનો નિર્ણય લીધો છે. પહેલી વાર પેટાચૂંટણી લડી રહેલી બસપાએ પ્રચારને મહત્વ આપતા સત્રમાં શામેલ ના થવાનો નિર્ણય લીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.