1. Home
  2. revoinews
  3. હવે ગુરુગ્રામમાં રૂપિયા 59 હજારનું ચલણ કપાયું, જાણો શું છે સમગ્ર મામલો
હવે ગુરુગ્રામમાં રૂપિયા 59 હજારનું ચલણ કપાયું, જાણો શું છે સમગ્ર મામલો

હવે ગુરુગ્રામમાં રૂપિયા 59 હજારનું ચલણ કપાયું, જાણો શું છે સમગ્ર મામલો

0
  • શરાબ પીને ડ્રાઇવર ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો
  • ડ્રાઇવર પાસે પર્યાપ્ત દસ્તાવેજો ના હતા
  • ચલણ કપાયા બાદ ટ્રેક્ટર પણ સીઝ કરાયું

જો તમે ક્યારેય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો પોલિસે અંદાજે 100 કે 200 રૂપિયાનું ચલણ કાપ્યું હશે પરંતુ કોઇ ચાલકનું રૂપિયા 59 હજાર ચલણ કપાયું હોય તેવું તમે ક્યારેય સાંભળ્યું છે? જી હા, આ વાત સાચી છે. હકીકતમાં ગુરુગ્રામમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર એક ટ્રેકટર ડ્રાઇવરનું રૂ.59 હજાર ચલણ કાપવામાં આવ્યું છે. ટ્રેક્ટર ડ્રાઇવર પાસે લાઇસન્સ, વિમો કે આરસી બૂક ન હતા. તે ઉપરાંત ડ્રાઇવર દારુ પીને ઝડપી ગતિએ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને એક બાઇક સવારને ટક્કર મારીને મારપીટ કરી રહ્યો હતો. ચલણ કપાયા બાદ ટ્રેક્ટરને જપ્ત કરાયું છે.

1 સપ્ટેમ્બરથી દેશભરના અનેક રાજ્યોમાં મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયો છે. મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સંશોધન બાદ હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર 10 ગણો વધારે દંડ ભરવો પડશે. રાજસ્થાન અને બંગાળને બાકાત કરીને દરેક જગ્યાએ આ કાનૂન લાગુ કરાયો છે.

નવા મોટર વ્હીકલ એક્ટના અમલીકરણ બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરાઇ છે. ગુરુગ્રામમાં એક ઑટો ચાલકનું 32 હજાર 500 રૂપિયાનું ચલણ કપાયું છે. ગુરુગ્રામમાં બ્રિસ્ટલ ચોક પાસે ઑટો ચાલકનું ચલણ કપાયું હતું. ઑટો ચાલક પાસે આરસી, ડીએલ, પૉલ્યુશન સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ પણ ન હતો.

અગાઉ પણ દિલ્હીના ગુડગાંવમાં રહેતા એક શખ્સનું 23 હજાર રૂપિયાનું ચલણ કપાયું હતું. જ્યારે તેની સ્કૂટીની વર્તમાન કિંમત 15 હજાર રૂપિયા હતી.

હેલમેટ વગર ગાડી ચલાવવા પર 500 રૂપિયાને બદલે 1000 રૂપિયાનો દંડ વસૂલાશે. સાથે જ 3 મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ થઇ શકે છે. ટ્રાફિક નિયમ તોડવા પર મામૂલી દર વસૂલાતા હોવાથી ચાલકો નિયમો તોડવામાં અચકાતા ન હતા પરંતુ હવે દંડની રકમ વધવાથી ચાલકો ટ્રાફિક નિયમ તોડતા બે વાર વિચાર કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.