
ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું મિગ 21 ક્રેશ, બન્ને પાયલટે કુદીને જાન બચાવી
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું એક મિગ 21 વિમાન ક્રેશ થયું છે. રાહતની વાત એ છે કે બન્ને પાયલટ દુર્ઘટના બાદ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. ક્રેશ થતા જ વિમાનમાં આગ લાગી હતી. તેમાં એક ગ્રૂપ કેપ્ટન અને એક સ્કોડ્રોન લીડર સવાર હતા. દુર્ઘટના પાછળનું કારણ હાલ જાણવા નથી મળ્યું. આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી. આ વર્ષે મિગ ક્રેશ થવાની આ ત્રીજી ઘટના છે.
Madhya Pradesh: MiG 21 Trainer aircraft of the Indian Air Force crashed in Gwalior, today. Both the pilots, including a Group Captain and a squadron leader, managed to eject safely. pic.twitter.com/Gdmik5RhTN
— ANI (@ANI) September 25, 2019
જણાવી દઇએ કે વાયુસેનાનું મિગ-21 વિંગ કમાંડર અભિનંદન જ ઉડાવી રહ્યા હતા, જ્યારે તે ક્રેશ થયું હતું અને અભિનંદન ઇજેક્ટ થઇને પાકિસ્તાનમાં પડ્યા હતા. ત્યારબાદ માર્ચમાં રાજસ્થાનના બિકાનેરમાં પણ એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું.
નોંધનીય છે કે ભારતીય વાયુસેના અંદાજે પાંચ દાયકા જૂના આ વિમાનોને બદલવાની માંગ લાંબા સમયથી કરી રહી છે. ફ્લાઇંગ કૉફિનના નામથી બદનામ આ વિમાનોને એચએએલ દ્વારા નિર્મિતિ દેશી હલકા લડાકૂ વિમાન તેજસ સામે બદલવાની માંગ કરાઇ રહી છે.