
2જી સ્પેક્ટ્રમના નિર્ણય પર વિનોદ રાયનો ખુલાસો – મારી તપાસ પર કોઇ ખેદ નથી
2જી મામલે એ રાજા સહિત બીજા આરોપીઓને મુક્ત કરાયા બાદ કેગના પૂર્વ વડા વિનોદ રાયે પોતાની ચુપકીદી તોડી છે. તેમણે કહ્યું કે તેને તેની તપાસ પર કોઇ અફસોસ નથી. જણાવી દઇએ કે વિનોદ રાયે જ યૂપીએ સરકારના સમયમાં થયેલા 2જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલી ગડબડ અને નુકસાન અંગે સરકારને જાણકારી આપી હતી.
સીબીઆઇ કોર્ટે ગત વર્ષે ડિસેમ્બર માસમાં પોતાના નિર્ણયમાં એ રાજ સહિત અન્ય લોકોને મુક્ત કર્યા હતા, જો કે કેગ અને સીબીઆઇ દ્વારા જારી કરાયેલા નુકસાનના આંકડાઓ પર પણ સવાલ ઉભા થયા હતા. કોર્ટે કહ્યું હતું કે કેટલાક લોકોએ આ મામલે કેટલાક તર્ક રજૂ કર્યા હતા અને તેના હિસાબથી તેને કૌંભાડ કરાર આપ્યું હતું. ત્યારે કેગની તપાસમાં 1.76 લાખ કરોડના નુકસાનની જાણકારી અપાઇ હતી.
હવે આ મામલે પૂર્વ કેગના વડા વિનોદ રાયે 9 મહિના પછી ચુપકીદી તોડી છે. આ મામલે સીબીઆઇની તપાસ કેગની તપાસ કરતા તદ્દન અલગ છે. તેથી જ આંકડાઓમાં અંતર છે. સ્પેક્ટ્રમ ફાળવણી પર મારી તપાસથી કોઇ અફસોસ કે ખેદ નથી. અમારું કામ વર્તમાન સરકારી દસ્તાવેજોને આધારે ઓડિટ કરવાનું હતું. અમે નુકસાનનું આકલન 2જી સ્પેક્ટ્રમની ફાળવણીના આધારે કર્યું હતું, જો કે 3જી સ્પેક્ટ્રમ ફાળવણી બાદ આ રકમ યોગ્ય સાબિત થઇ હતી.
એ રાજા સહિત અન્ય આરોપીઓને નિર્દોષ સાબિત થવા પર રાયે કહ્યું હતું કે મને આ નિર્ણયથી ખરાબ નથી લાગ્યું. સીબીઆઇ કોર્ટે નિર્ણય સીબીઆઇ તપાસ બાદ સંભળાવ્યો છે.
કેગના પૂર્વ વડા વિનોદ રાયે કહ્યું હતું કે સીબીઆઇને સરકારથી એક નિશ્વિત અંતર સુધી ચાલવા માટે વધુ સશક્ત બનવાની આવશ્યક્તા છે. તેમણે ગત દિવસોમાં સીબીઆઇમાં આલોક વર્મા અને પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદો અંગે કહ્યું હતું કે આ વાતની તુરંત તપાસ થવી જોઇએ કે સીબીઆઇની ટૉપ પોઝિશન પર કોની નિયુક્તિ કરાશે.