1. Home
  2. revoinews
  3. ઉત્તરાખંડ: ગાડી પર કાટમાળ પડતા 5 લોકોનાં મોત, 5 ઘાયલ
ઉત્તરાખંડ: ગાડી પર કાટમાળ પડતા 5 લોકોનાં મોત, 5 ઘાયલ

ઉત્તરાખંડ: ગાડી પર કાટમાળ પડતા 5 લોકોનાં મોત, 5 ઘાયલ

0

દેવોની નગરી ઉત્તરાખંડમાં એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. ગાડી પર લેન્ડસ્લાઇડનો કાટમાળ પડવાથી 5 લોકોના મોત થયા હતા તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતકોના શવને કબ્જામાં લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.

શનિવારે NH-58 પર તિનધારા પાસે એક ગાડી પર પહાડથી ભૂસ્ખલન થતા કાટમાળ પડ્યો હતો જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ગાડીમાં કુલ 10 શ્રદ્વાળુઓ હતા. ભૂસ્ખલનને કારણે આ દુર્ઘટના ઘટી હતી.

દુર્ઘટનાની જાણ થતા જ રેસ્કૂય ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.