1. Home
  2. revoinews
  3. ઉદ્યોગોને રાહત આપવા માટે ટૂંકમાં નવા એલાન કરાશે – નિર્મલા સીતારમણ
ઉદ્યોગોને રાહત આપવા માટે ટૂંકમાં નવા એલાન કરાશે – નિર્મલા સીતારમણ

ઉદ્યોગોને રાહત આપવા માટે ટૂંકમાં નવા એલાન કરાશે – નિર્મલા સીતારમણ

0
  • નાણા મંત્રી નિર્મલા સીતારમણે યોજી પ્રેસ કોન્ફરન્સ
  • બેંકોમાં 70,000 કરોડ રૂપિયાની મૂડી ઠલવાશે
  • હોમ અને ઑટો લોન પણ સસ્તી કરાશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે અમે તાજેતરમાં જ ઉદ્યોગોની માંગ બાદ કેટલાક મહત્વપૂર્ણ એલાન કર્યા છે. સાથે જ ઑટો સેક્ટરને લઇને મોટા નિર્ણયો લેવાયા છે. આગામી કેટલાક સપ્તાહમાં સરકાર નવા એલાન કરશે.

કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચાર ફેલાવાનું જ કામ કર્યું છે. કોંગ્રેસે અત્યારસુધી તેમની હારમાંથી પણ કોઇ સબક નથી શીખ્યો. જણાવી દઇએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 23 ઑગસ્ટના રોજ ઉદ્યોગો માટે રાહત પેકેજનું એલાન કર્યું હતું. અર્થાત હવે આરબીઆઇ પાસેથી મળેલા નાણાંના એક હિસ્સાનો ઉપયોગ અર્થતંત્રને ફરીથી પાટે લાવવા માટે કરાશે. તે ઉપરાંત બેંકોમાં પણ ટૂંક સમયમાં 70,000 કરોડની મૂડી ઠાલવાશે. તેનાથી બેંકોને વ્યાજદરમાં કાપ મૂકવાનો અવકાશ મળશે. તે ઉપરાંત હોમ અને ઑટો લોન જેવી લોન પણ સસ્તી થશે.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો સાથે વાતચીત ચાલુ છે, પ્રારંભિક વાતચીત હકારાત્મક રીતે આગળ વધી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહેતર કરવું એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. વપરાશને પણ વેગ આપવાની આવશ્યક્તા છે. અમે જલ્દીથી વધુ રાહત માટેના પગલાં લઇશું. જેથી અર્થંતંત્રને ફરીથી વેગવતુ બનાવી શકાય. અર્થતંત્રને વેગ આપવા માટે સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાના આરબીઆઇના નિર્ણય પર નાણા મંત્રીએ કહ્યું હતું ક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા મળેલા નાણાં ભંડોળનો કઇ રીતે ઉપયોગ કરાશે તેનો નિર્ણય હજુ નથી લેવાયો. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે જાણકારી અપાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.