1. Home
  2. revoinews
  3. જમ્મૂ કાશ્મીર: રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર બોલ્યા – એક-એક કરીને કાશ્મીરના નેતાઓની નજરબંધી હટાવાશે
જમ્મૂ કાશ્મીર: રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર બોલ્યા – એક-એક કરીને કાશ્મીરના નેતાઓની નજરબંધી હટાવાશે

જમ્મૂ કાશ્મીર: રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર બોલ્યા – એક-એક કરીને કાશ્મીરના નેતાઓની નજરબંધી હટાવાશે

0

જમ્મૂ બાદ હવે કાશ્મીરમાં પણ ખુશખબર આવશે. 2 મહિના બાદ આ ખુશખબર આવશે. જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર ફારુખ ખાને નજરબંધ કરાયેલા નેતાઓ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ધરપકડ કરાયેલા અથવા નજરબંધ કરાયેલા નેતાઓને જલ્દી મુક્ત કરાશે. જમ્મૂ બાદ હવે કાશ્મીરના નેતાઓને પણ એક-એક કરીને મુક્ત કરાશે.

જણાવી દઇએ કે અગાઉ જમ્મૂમાં દરેક નેતાઓની નજરબંધી હટાવાઇ હતી. જ્યારે કાશ્મીરમાં તેના સમકક્ષને ધરપકડમાં અથવા ઘરમાં નજરબંધ રખાયા છે. જમ્મૂના જે નેતાઓને નજરબંધ કરાયા હતા, તેને હવે મુક્ત કરાયા છે. સાથે જ તેના પર લાગેલા પ્રતિબંધો હટાવાયા છે.

સત્તાવાર સૂત્રોનુસાર જમ્મૂ ક્ષેત્ર શાંતિપૂર્ણ છે તે માટે જ નજરબંધીમાંથી મુક્ત કરવાનો નિર્ણય જમ્મૂ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સોમવારે ખંડ વિકાસ પરિષદ ચૂંટણી માટે મતદાનની જાહેરાત બાદ લેવાયો હતો. જેને મુક્ત કરાયા છે તેમાં દેવેન્દ્ર સિંહ રાણા, રમન ભલ્લા, હર્ષદેવ સિંહ, ચૌધરી લાલ સિંહ, વિકાર રસૂલ, જાવેદ રાણા, સુરજીત સલાથિયા અને સજ્જાદ અહમદ કિચલૂ સામેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.