
એન્જિનમાં આગ લાગવાથી ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિગ, વિમાનમાં સવાર હતા ગોવાના મંત્રી
દિલ્હીની એક ઇન્ડિગો ફ્લાઇટનું ગોવામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રવિવારે મોડી રાત્રે વિમાનના એન્જિનમાં આગ લાગી હતી, ત્યારબાદ ડાબોલિમ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું.
IndiGo flight from Goa to Delhi (6e-336) returned to Goa airport after 15 minutes of being airborne yesterday, after the flight detected a glitch in the engine. pic.twitter.com/f3ntnJiCt4
— ANI (@ANI) September 30, 2019
આ વિમાનમાં ગોવાના પર્યાવરણ મંત્રી નિલેશ કાબરાલ, કૃષિ નિર્દેશક અને ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી પણ સવાર હતા. હાલમાં આ દુર્ઘટનામાં કોઇની જાનહાનિના સમાચાર નથી. આ વિમાનમાં કુલ 114 યાત્રી સવાર હતા.
ઇન્ડિગોની ફ્લાઇટ 6e-336 ગોવાથી દિલ્હી ઉડાન ભરવાની હતી. જો કે એન્જિનમાં ટેકનિકલ ક્ષતિને કારણે ગોવા એરપોર્ટ પર તેને રોકી દેવાયું હતું. યાત્રીઓને બીજી ફ્લાઇટથી દિલ્હી મોકલાઇ રહ્યા છે.
tags:
indigo