
અરુણ જેટલી અને જેઠમલાણીના નિધનથી ખાલી થયેલી રાજ્યસભાની બેઠક પર 16 ઓક્ટોબરે ચૂંટણી
ચૂંટણી આયોગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. બન્ને રાજ્યોની એક-એક સીટ માટે 16 ઑક્ટોબરના રોજ ચૂંટણી થશે. બીજેપીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાનીના નિધનને કારણે આ બન્ને બેઠકો ખાલી પડી છે. જણાવી દઇએ કે રામ જેઠમલાની રાષ્ટ્રીય જનતા દળ કોટાથી રાજ્યસભા સદસ્ય હતા.
Election Commission of India announces by polls for two Rajya Sabha seats, one each from Uttar Pradesh and Bihar, on October 16.The seats have been vacated after the deaths of former Finance Minister Arun Jaitley&senior Supreme Court Advocate&former Union Minister,Ram Jethmalani. pic.twitter.com/fNeFlAfIkn
— ANI (@ANI) September 26, 2019
અરુણ જેટલી યૂપીથી રાજ્યસભા પહોંચ્યા હતા
જણાવી દઇએ કે 2018માં બીજેપીએ પોતાના 7 કેન્દ્રીય મંત્રીઓ સહિત 8 લોકોને રાજ્યસભાની ટિકિટ આપી હતી. જેમાં અરુણ જેટલી, યૂપીથી રાજ્યસભા પહોંચ્યા હતા. 24 ઑગસ્ટ 2019ના રોજ લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં જેટલીનું નિધન થયું હતું. ત્યારબાદથી આ બેઠક ખાલી છે.
બિહારથી રાજ્યસભા પહોંચ્યા હતા જેઠમલાની
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇની સરકારમાં કાનૂન મંત્રી રહી ચૂકેલા રામ જેઠમલાની આરજેડી તરફથી બિહારથી રાજ્યસભા પહોંચ્યા હતા. આ જ વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ જેઠમલાનીનું નિધન થયું હતું અને ત્યારબાદ એ બેઠક ખાલી છે.