
નાણા મંત્રીની આજે પ્રેસ કૉન્ફરન્સ, અર્થતંત્રને લઇને થઇ શકે છે મોટા એલાન
આર્થિક મંદીને કારણે ચારેય તરફથી ટીકાનો સામનો કરનાર કેન્દ્રની મોદી સરકાર દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ફરી એક વાર મોટા એલાન કરી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ શનિવારે દિલ્હીના નેશનલ મીડિયા સેંટરમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરશે. બપોરે 2.30 વાગ્યો યોજાનારી આ કૉન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ એલાન થઇ શકે છે.
Press Conference by Union Finance Minister @nsitharaman to announce important decisions of the government.
— PIB India (@PIB_India) September 14, 2019
⏰: 2:30 PM, Today
📍: National Media Centre, New Delhi
Watch on PIB's
YouTube: https://t.co/vCVF7r3Clo
Facebook: https://t.co/7bZjpgpznY
1 મહિનામાં ત્રીજી વાર નાણા મંત્રી નિર્મલા સીતારમણ અર્થતંત્રને લગતા એલાન કરી શકે છે. અગાઉ 30 ઑગસ્ટના રોજ પણ નિર્મલા સીતારમણે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને બેન્કિગ સેક્ટરને લઇને અનેક મોટા નિર્ણય લીધા હતા. આ દરમિયાન તેમણે 10 સરકારી બેંકોના વિલયથી ચાર મોટી બેંક બનાવવાની જાહેરાત કરી હતી.