
કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મોટો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
દિલ્હીની એક અદાલતથી બુધવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે શિવકુમારની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. જણાવી દઇએ કે શિવકુમાર મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ છે.
Delhi's Rouse Avenue Court rejects regular bail plea of Karnataka Congress leader DK Shivakumar, in connection with a money laundering case. He is currently lodged in Tihar Jail under judicial custody of the Enforcement Directorate. (file pic) pic.twitter.com/sgURLYFKMA
— ANI (@ANI) September 25, 2019
જણાવી દઇએ કે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની મની લોન્ડરિંગના મામલામાં ઇડીએ ગત દિવસોમાં ધરપકડ કરી હતી. આ એ જ શિવકુમાર છે જે સમય સમય પર કોંગ્રેસ માટે સંકટમોચક બન્યા છે. ડીકેના નામથી મશહૂર શિવકુમારને રિઝૉર્ટ પૉલિટિક્સના જનક પણ કહેવામાં આવે છે.
આ વર્ષે ગઠબંધન સરકાર બનાવવાના સમયે કોંગ્રેસ-જેડીએસની સમજૂતી બની રહી ત્યારે કોંગ્રેસમાં શિવકુમારનું કદ વધ્યું હતું. તેમણે ના માત્ર ગઠબંધન બચાવ્યું પરંતુ સાથોસાથ બીજેપીથી પોતાના સાંસદોને પણ બચાવ્યા. શિવકુમાર સાથે કામ કરનાર કોંગ્રેસની ચૂંટણી પ્રચાર કમિટીના મહાસચિવ રહેલા મિલિંદ ધર્મસેના અનુસાર જે ક્ષેત્રની જવાબદારી તેઓને મળે છે તે માટે તેઓ જોશપૂર્વક હોમવર્ક કરે છે. શિવકુમાર પાર્ટીની તાકાત અને નબળાઇને સમજે છે અને ત્યારબાદ જવાબદારી સોંપે છે.