
દિગ્વિજય સિંહ વિરુદ્વ માનહાનિનો કેસ, BJP પર લગાવ્યો હતો આરોપ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ફરીથી એકવાર વિવાદોમાં ફસાયા છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વિરુદ્વ રાઉજ એવેન્યૂ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરાયો છે. બીજેપી નેતા રાજેશ કુમારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. દિગ્વિજય સિંહે ભાજપ વિરુદ્વ આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઇને આ કેસ દાખલ કરાયો છે.
A criminal defamation complaint has been filed against Congress leader Digvijaya Singh for his statement “BJP, Bajrang Dal are taking money from Pakistan's ISI.” Court has kept the matter for consideration on October 9. pic.twitter.com/4bOXyroYFm
— ANI (@ANI) September 18, 2019
જણાવી દઇએ કે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે વધુ બિન-મુસ્લિમો ISI માટે જાસૂસી કરી રહ્યા છે. તે ઉપરાંત દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસેથી પૈસા લેવાના પણ આરોપ લગાવ્યા. બીજેપી સખત શબ્દોમાં દિગ્વિજય સિંહના આ નિવેદનની ટીકા કરી હતી.
પોતાના નિવેદનોથી ઘેરાયા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે કેટલીક ચેનલો એવા સમાચાર દર્શાવી રહી છે મે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ ISI થી પૈસા લઇને પાકિસ્તાન માટે જાસૂસી કરે છે. આ સંપૂર્ણ રીતે ખોટું છે. બજરંગ દળ અને ભાજપના આઇટી સેલના પદાધિકારી દ્વારા ISI થી પૈસા લઇને પાકિસ્તાન માટે જાસૂસી કરતા મપ્ર પોલિસે પકડ્યા છે. મારા આ આરોપ પર હું કાયમ છું. ચેનલવાળા આ બધુ ભાજપને કેમ નથી પૂછતા.