
ભૂકંપરોધી નથી સંસદના નૉર્થ અને સાઉથ બ્લૉક, ફરી થશે નિર્માણ
સંસદ ભવનની ઇમારતના કેટલાક હિસ્સાઓનું પુન:નિર્માણ કરાશે. સૂત્રોનુસાર સંસદના નૉર્થ બ્લૉક અને સાઉથ બ્લૉક ભૂકંપરોધી નથી. જેને કારણે તેનું ફરી નિર્માણ કરાશે. તે માટે જલ્દી બોલી પણ લગાવાશે.
ભવનની સંરચના ભૂકંપરોધી નથી અને સંસદના આ જ બન્ને ભવનોમાં લોકોની સૌથી વધુ અવરજવર રહે છે. આ જ કારણોસર તેના ફરી નિર્માણનો નિર્ણય લેવાયો છે. મંત્રાલયે વર્ષ 2024 સુધી તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
તે ઉપરાંત કૉમન સેંટ્રલ સેક્રટેરિએટ બનાવવાની પણ વાત છે. જણાવી દઇએ કે સરકારી ઓફિસોના ભાડા તરીકે વાર્ષિક 1000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.