1. Home
  2. revoinews
  3. દિલ્હી-NCRમા ટ્રાંસપોર્ટર્સની હડતાળ, ઑટો-ટેક્સી બંધ હોવાથી લોકોને હાલાકી
દિલ્હી-NCRમા ટ્રાંસપોર્ટર્સની હડતાળ, ઑટો-ટેક્સી બંધ હોવાથી લોકોને હાલાકી

દિલ્હી-NCRમા ટ્રાંસપોર્ટર્સની હડતાળ, ઑટો-ટેક્સી બંધ હોવાથી લોકોને હાલાકી

0

ટ્રાફિક નિયમ સંશોધન અધિનિયમની વિવિધ જોગવાઇઓ વિરુદ્વ ગુરુવારે યૂનાઇટેડ ફ્રંટ ઑફ ટ્રાંસપોર્ટ એસોસિએશને એક દિવસની હડતાળનું આહવાન કર્યું છે. આ હડતાળને ધ્યાનમાં રાખતા દિલ્હી-એનસીઆરમાં લોકોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે હડતાળની સ્થિતિમાં દિલ્હી-NCRના લોકો મેટ્રોની સવારી કરીને તેના ગંતવ્ય સ્થળે પહોંચી શકે છે.

આ હડતાળને લઇને ઓલા-ઉબરે કોઇ પ્રકારનું એલાન કર્યું નથી. જો કે ડ્રાઇવરોનું સંગઠન આ હડતાળના સમર્થનમાં છે. આ જ કારણોસર મોટા ભાગની ટેક્સીઓ માર્ગ પરથી ગાયબ છે કારણ કે ગાડી ચલાવતી વખતે દેખાવકારો તેની ગાડીને નુકસાન પહોંચાડે તેવી ભીતિ છે.

મુશ્કેલીથી બચવા માટે સ્કૂલો આજે બંધ છે. જો કે સ્કૂલ બંધ રાખવાને લઇને સરકારે કોઇ આદેશ જારી નથી કર્યા. જો કે પ્રાઇવેટ ઑપરેટરો દ્વારા બસ ઉપલબ્ધ ના હોવાથી સ્કૂલો બંધ રાખવાનું એલાન કરાયું છે.

નોંધનીય છે કે દેશભરમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ તેનો વિરોધ થઇ રહ્યો છે. એક્ટમાં ખાસ કરીને ભારે ભરખમ દંડની જોગવાઇઓથી લોકો પરેશાન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.