
રાજનાથ સિંહે સેનાની મોટી માંગ માની, ઇજાગ્રસ્ત સૈનિકોના પરિવારજનોને 8 લાખ રૂપિયાની આર્થિક સહાય કરાશે
- ભારતીય સેનાની લાંબા સમયની પડતર માંગ સ્વીકારાઇ
- આર્થિક સહાયની રકમ રૂ.2 લાખથી વધારી રૂ.8 લાખ કરાઇ
- જુલાઇ 2017માં ABCWFનું ગઠન કરવામાં આવ્યું
ભારતીય સેનાની લાંબા સમયથી પડતર માંગને સૈદ્વાતિંક રીતે સ્વીકાર કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે યુદ્વમાં ઇજાગ્રસ્ત સૈનિકોના પરિવારજનોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ વર્તમાનના 2 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આર્મી બેટલ કેઝ્યુઅલ્ટીઝ ફંડના અંતર્ગત આ આર્થિક સહાયતા અપાશે. અત્યારસુધી શહાદત અથવા 60 ટકા જેવી અપંગતા અથવા અન્ય સ્થિતિમાં સૈનિકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયતા પ્રદાન કરાતી હતી.
નોંધનીય છે કે આ મદદ પેન્શન, સેનાનો સામુહિક વીમો, સેના કલ્યાણ નિધિ તેમજ અનુગ્રહ રાશિ ઉપરાંત દેવામાં આવે છે. ABCWF નું ગઠન એક્સ સર્વિસમેન વેલફેર વિભાગ અંતર્ગત જુલાઇ 2017માં કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2016માં સિયાચિન ગ્લેશિયરની દુર્ઘટનામાં બરફીલા તોફાનને કારમે 10 સૈનિકો શહીદ થયા બાદ તેની જરૂરિયાત મહેસૂસ કરાઇ હતી.
ABCWF અંતર્ગત અપાતી આ આર્થિક મદદ ઉપરાંત સેનામાં રેંક અનુસાર મૃતક સૈનિકોના પરિવારજનોને 25 લાખથી 45 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે. તે ઉપરાંત 40 લાખથી 75 લાખ રૂપિયાના સામુહિક જીવન વીમાની પણ જોગવાઇ છે.