
Article 370: બધી અરજીઓ પર બંધારણીય પીઠ આજથી સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ આજથી જમ્મૂ-કાશ્મીરમાં તથાકથિત પાબંધી લગાવવા, કલમ 370 હટાવવાની, પત્રકારોની અવરજવર પર રોક અને ઘાટીમાં બાળકોને નજરબંધ રાખવા સંબંધિત દરેક અરજીઓ પર મંગળવારે એકસાથે સુનાવણી કરશે. પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠ આ દરેક મામલે એકસાથે સુનાવણી હાથ ધરશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ આ મામલાઓની સુનાવણી માટે જસ્ટિસ એનવી રમન્નાની આગેવાનીમાં બંધારણ પીઠનું ગઠન કર્યું છે.
જસ્ટિસ એનવી રમન્ના વાળી બંધારણીય પીઠમાં જસ્ટિસ એસકે કોલ, જસ્ટિસ સુભાષ રેડ્ડી, જસ્ટિસ બીઆર ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત પણ છે. બાળ અધિકારોની લડાઇ લડનારી ઇનાક્ષી ગાંગુલી, મોહમ્મદ તારિગામી, સીતારામ યેચુરી, ગુલામ નબી આઝાદ, અનુરાધા ભસીન, નેશનલ કૉન્ફરન્સ, સજ્જાદ લોનની નેતૃત્વ વાળુ જમ્મૂ કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ અને વકીલ એમએલ શર્મા સહિત કેટલાક અન્ય લોકોએ જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઇને અરજી દાખલ કરી છે.
એમડીએમકે નેતા અને રાજ્યસભા સાંસદ વાઇકોની નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની નજરબંધી વિરુદ્વની અરજી સુપ્રીમ કોર્ટે પહેલા જ ફગાવી દીધી છે. પોતાની અરજીમાં વાઇકોએ નેશનલ કૉન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાની નજરબંધીને પડકારી હતી અને તેને સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવાની માંગ કરી હતી.