
કમલનાથના મંત્રીનું પૂર્વ CM પર વિવાદિત નિવેદન, બોલ્યા – માંફી માંગે શિવરાજ તો વરસાદ બંધ થશે
પ્રદેશના પીએચઇ મંત્રી સુખદેવ પાંસેએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે પ્રદેશમાં થઇ રહેલા વરસાદ પર વાત કરતા કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માંફી માંગી લેશે તો વરસાદ બંધ થઇ જશે. જણાવી દઇએ કે અગાઉ પણ સુખદેવ પાંસે તેની બફાટબાજીને કારણે ચર્ચામાં રહ્યા છે. તો બીજી તરફ પ્રદેશમાં સતત થઇ રહેલા વરસાદને કારણે લોકો પરેશાન છે અને અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે.
મંત્રી સુખદેવ પાંસેએ કહ્યું હતું કે પૂર્વ સીએમ શિવરાજ સિંહ માંફી માંગી લેશે તો પ્રદેશમા વરસાદ બંધ થઇ જશે. તે ઉપરાંત તેમણે ક્ષેત્રીય સાંસદ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સાંસદ કેન્દ્ર સરકાર પાસે વળતર માંગે છે. ભારત પાકિસ્તાન કરવાથી પેટ નહીં ભરાય, પેટ તો અનાજ આવશે તેનાથી જ ભરાશે.
હકીકતમાં પીએચઇ મંત્રી સુખદેવ પાંસે તેના વિધાનસભા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી પાકને થયેલા નુકસાનની સમીક્ષા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે અધિકારીઓને સર્વે કરાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત તેમણે ફરી એકવાર તેના નિવેદનને તાજા કરતા કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી કમલનાથ માટે કહ્યું હતું કે કમલનાથ આવ્યા બાદ વરસાદ નથી થઇ રહ્યો. તેનાથી ઇન્દ્ર ભગવાન પણ નારાજ થયા અને તેમણે એટલો વરસાદ વરસાવ્યો કે વરસાદ રોકાતો જ નથી.