
મની લોન્ડરિંગ: ડીકે શિવકુમાર મેડિકલ ટેસ્ટમાં ફિટ, આજે કોર્ટમાં હાજર કરશે ED
- કર્ણાટક કોંગ્રેસ નેતા વિરુદ્વ મની લોન્ડરિંગનો કેસ
- ભાજપ રાજનૈતિક બદલો લઇ રહ્યું છેઃ શિવકુમાર
કર્ણાટકના કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે ધરપકડ કરી હતી. મોડી રાત્રે તેની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શિવકુમારને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મેડિકલ તપાસમાં તેનું બ્લડ પ્રેશર વધુ આવ્યું હતું. ત્યારબાદ તેને અન્ય વિભાગમાં ખસેડાયા હતા. ત્યાં તેની મેડિકલ તપાસ પૂરી કરાઇ હતી. ડીકે શિવકુમારને આજે ઇડી હેડક્વાર્ટરમાં લવાયા બાદ ઇડી તેને કોર્ટમાં પણ હાજર કરશે.
ઇડીની ધરપકડ બાદ શિવકુમારે બીજેપી પર નિશાન સાધ્યું હતું. શિવકુમારે ટ્વીટ કરતા લખ્યું હતું કે હું મારે બેજેપીના મિત્રોને અભિનંદન પાઠવું છું કે મારી ધરપકડ કરીને તેઓ તેના મિશનમાં સફળ થયા છે. આયકર વિભાગ અને ઇડીની મારી વિરુદ્વની તપાસ રાજનીતિથી પ્રેરિત છે. હું બીજેપીની બદલાની ભાવનાથી પીડિત છું.
બીજેપી પર શિવકુમારે લગાવેલા આરોપો પર યેદિયુરપ્પાએ કહ્યું હતું કે શિવકુમારની ધરપકડ મારા માટે ખુશખબર નથી તે વાત હું સ્પષ્ટ કરું છું. હું કોઇને નફરત નથી કરતો. નિશંકપણે તેઓ મારા રાજનૈતિક પ્રતિસ્પર્ધી છે, પરંતું મારા જીવનમાં મે ક્યારેય કોઇને નુકસાન નથી પહોંચાડ્યું. ન્યાય તેનો રસ્તો શોધી જ લે છે. શિવકુમારને જલ્દી છોડી દેવામાં આવે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરું છું. જો આવું થશે તો મને ખૂબજ ખુશી થશે.