
Howdy Modi: PM મોદીના ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’ નારા પર ભડકી કોંગ્રેસ, કહ્યું – વિદેશ નીતિનું ઉલ્લંઘન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટેક્સાસના હ્યૂસ્ટન શહેરમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમને સંબોધિત કરતા એક નારો આપ્યો હતો જેને લઇને ભારતમાં રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસે આ નારાને ટ્રમ્પ માટે ચૂંટણી પ્રચારનો કરાર દેતા ભારતની વિદેશ નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાને યાદ રાખવું જોઇએ કે તેઓ અમેરિકી ચૂંટણીના સ્ટાર પ્રચારક નથી.
કોંગ્રેસ નેતાએ કહ્યું, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, તમે કોઇ અન્ય દેશની સ્થાનિક ચૂંટણીમાં હસ્તક્ષેપ ના કરવાના ભારતીય વિદેશ નીતિના સમ્માનિત સિદ્વાંતોનું ઉલ્લંઘન કર્યું છે. આ ભારતના દીર્ધકાલિક રણનૈતિક હિતો માટે યોગ્ય નથી. સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે ભારતના સંબંધ દ્વિપક્ષીય અર્થાત્ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ માટે સમાન છે. ટ્રમ્પ માટે આપનું આ અભિયાન ભારત અને અમેરિકાના લોકતંત્ર માટે અયોગ્ય છે.
આનંદ શર્માએ એક પછી એક ટ્વીટથી કહ્યું હતું કે તમારે એ ના ભૂલવું જોઇએ કે તમે આપણા વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા છો. અમેરિકા ચૂંટણીના પ્રચાર માટે સ્ટાર કેમ્પેનર તરીક નહીં.
જણાવી દઇએ કે હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ભારતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સાથે સારી તરીકે જોડાયેલા છે અને ઉમેદવાર ટ્રમ્પ માટે હું કહીશ કે ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’. હકીકતમાં અબકી બાર ટ્રમ્પ સરકાર પર રાજકારણ એ માટે પણ ગરમાયુ છે કારણ કે આગામી વર્ષ અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થવાની છે. અમેરિકામાં ભારતીય અમેરિકીનો વિશાળ વર્ગ હોવાથી તેઓ ચૂંટણીમાં મતદાનમાં પણ સક્રિયપણે ભાગ લે છે. આ વખતે ભારતીય અમેરિકી લોકો રિપબ્લિકન પાર્ટીથી વધુ નિકટ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સમુદાયને લોભાવવાનો એક પણ પ્રયાસ છોડી નથી રહ્યા.