
11-12 ઑક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે આવશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, શિખર સંમેલનમાં ભાગ લેશે
- 11 ઑક્ટોબરના રોજ ભારતના પ્રવાસ પર આવશે ચીનના રાષ્ટ્રપતિ
- શી જિનપિંગ બીજા શિખર સંમેલનમાં ભાગ લેશે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઑક્ટોબરે ભારતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11-12 ઑક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસ પર હશે. આ દરમિયાન જિનપિંગ ચેન્નાઇમાં યોજાનારા ભારત અને ચીન વચ્ચેના બીજા શિખર સંમેલનમાં ભાગ લેશે.
આ શિખર સંમેલન દરમિયાન બન્ને દેશોના દિપક્ષીય સંબંધોની સાથોસાથ વૈશ્વિક મુદ્દા પર પણ ચર્ચા થશે. તે ઉપરાંત ભારત-ચીન ક્લોઝર ડેવલપમેન્ટ પાર્ટનરશિપને લઇને અનેક મહત્વપૂર્ણ સમજૂતી થઇ શકે છે. આ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વુહાનમાં 27-28 એપ્રિલ 2018 દરમિયાન પહેલુ શિખર સંમેલન યોજાયું હતું.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીને પાકિસ્તાન અને ભારતથી કાશ્મીર મુદ્દો ઉકેલવાની વાત કરી હતી. હકીકતમાં, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ચીનના તેના ત્રીજા અધિકૃત પ્રવાસ દરમિયાન બેઇજિંગ પહોંચ્યા હતા. આ દરમિયાન ચીને કહ્યું હતું કે કાશ્મીરના મુદ્દાને બન્ને દેશોએ સાથે મળીને હલ કરવો જોઇએ.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે ભારત-ચીન વચ્ચે હાઇ લેવલ પર પરંપરાઓનું આદાન-પ્રદાન થયું છે. તેમણે કહ્યું કે ભારત-ચીન દુનિયાના બે પ્રમુખ વિકાસશીલ દેશ અને પ્રમુખ ઉભરતા બજાર છે. ગત વર્ષે યોજાયેલા વુહાન અનૌપચારિક શિખર સંમેલન બાદ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ આવી છે. અમે સહયોગને આગળ વધારી રહ્યા છે.