
શનિવારે ચંદ્રયાન-2 મિશન હાંસલ કરતા વિક્રમ લેન્ડર માત્ર ચંદ્રની સપાટીથી 2 કિલોમીટર દૂર હતું ત્યારે સંપર્ક તૂટી ગયો હતો. જો કે વૈજ્ઞાનિકોનો જુસ્સો અકબંધ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વિજ્ઞાનમાં નિષ્ફળતા નહીં માત્ર પ્રયોગ અને પ્રયાસ જ હોય છે.
ચાલો જાણીએ ચંદ્ર મિશન પર જનારા કેટલાક અન્ય દેશો વિશે
જણાવી દઇએ કે ચંદ્રયાન-2 મિશન સફળ જાત તો ચંદ્ર પર ઉતરનાર ભારત ચોથો દેશ હોત. દુનિયાના માત્ર 3 દેશો મિશનમાં સફળતા હાંસલ કરી શક્યા છે. ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીને ચંદ્ર પર તેના યાન મોકલ્યા હતા. જો કે ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરનાર ભારત પહેલો દેશ હોત.
ઇઝરાયલનું મિશન મૂન નિષ્ફળ, અંતરિક્ષ યાન દુર્ઘટનાગ્રસ્ત
5 મહિના પહેલા એપ્રિલમાં ઇઝરાયલનું ચંદ્ર અંતરિક્ષ યાન બેરેશીટ ચંદ્ર પર લેન્ડિગનો પ્રયાસ કરતી વખતે એન્જિન ખરાબ થવાને કારણે તેનો સંપર્ક તૂટ્યો હતો અને તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચંદ્રની કક્ષામાં પ્રવેશના અંતિમ ચરણ વખતે જ સંપર્ક તૂટ્યો હતો. તેથી ઇઝરાયલનું ચંદ્ર મિશન અધૂરું રહ્યું હતું.
ચંદ્ર પર કુલ 110 મિશન
અત્યારસુધી ચંદ્ર પર પહોંચવા માટે 110 મિશન થયા છે. જેમાં 41 અસફળ રહ્યા છે. અસફળ પ્રયાસની સંખ્યા 42 છે. ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ માટે કુલ 38 વાર પ્રયાસો કરાયા હતા. જેમાં 52 ટકા પ્રયાસ સફળ થયા છે.
જણાવી દઇએ કે, ભારત પહેલા ચંદ્ર પર દુનિયાના માત્ર 6 દેશોની એજન્સીઓએ તેના યાન મોકલ્યા છે. માત્ર 3 દેશને સફળતા સાંપડી છે. આ ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીન છે.
અમેરિકાએ 1958-1972 વચ્ચે કુલ 31 મિશન મોકલ્યા છે. જેમાંથી 17 ફેલ થયા છે. અમેરિકાને 45.17 ટકા સફળતા મળી છે.
રશિયા
રશિયાને ચંદ્રની સપાટી પર પહેલી વાર લેન્ડિંગ કરવામાં સફળતા સાંપડી હતી. અને તે માટે તે પહેલો દેશ બન્યો હતો. અમેરિકા પહેલો અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરવામાં સફળ રહ્યું હતું. રશિયાના મિશનનું નામ લૂના 2 હતું, જે 12 સપ્ટેમ્બર 1959 ચંદ્રની સપાટી પર પહોંચ્યું હતું. રશિયાના લૂના 2 મિશનને સફળતા સાંપડી હતી.
રશિયાએ 1958-1976 સુધી કુલ 33 મિશન મોકલ્યા હતા. તેમાંથી 26 મિશન ફેલ થયા હતા. રશિયાને માત્ર 21.21 સફળતા મળી હતી. રશિયા જ્યારે એક તરફ ચંદ્ર પર ચક્કર લગાવનાર ઑર્બિટર, લેન્ડર અને ઇંપેક્ટરની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક કદમ આગળ વધીને અમેરિકાએ વ્યક્તિને ચંદ્ર પર પહોંચાડ્યા હતા.
અમેરિકા અને રશિયાએ કુલ 64 મિશન ચંદ્ર પર મોકલ્યા જેમાંથી 43 વાર સફળતા હાંસલ કરી હતી.
સૌથી ઓછા ખર્ચમાં સફળ સ્પેસ મિશન
સોવિયત રશિયાએ સૌથી પહેલા મૂન મિશન લૂના 1 સૌથી ઓછા સમયમાં પહોંચાડ્યું હતું. 2 જાન્યુઆરી 1959 લૉન્ચ કરાયેલા લૂના-1 માત્ર 36 કલાકમાં ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. તે માત્ર 3 કિમી પ્રતિ સેકન્ડની ગતિએ ઉડ્યું હતું.
ચીન
ચંદ્રની સપાટી પર ચીનનું યાન ચાંગઇ 4 આ વર્ષે પહોંચ્યું હતું, ચીને 8 ડિસેમ્બર 2018ના રોજ તેનું મિશન લૉન્ચ કર્યું હતું અને તેનું લેન્ડર અને રોવર 3 જાન્યુઆરી 2019ના રોજ ચંદ્રની સપાટી પર પહોંચ્યું હતું.