1. Home
  2. revoinews
  3. ચંદ્રયાન-2: આશંકા છે…વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ક્રેશ લેન્ડિગ કર્યું
ચંદ્રયાન-2: આશંકા છે…વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ક્રેશ લેન્ડિગ કર્યું

ચંદ્રયાન-2: આશંકા છે…વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ક્રેશ લેન્ડિગ કર્યું

0

આશા પર દુનિયા જીવંત છે. વિક્રમ લેન્ડર ફરીથી કામ કરશે, તે આશા સાથે ઇસરો વૈજ્ઞાનિક હજુ પણ કામ કરી રહ્યા છે. ઇસરોના આધારભૂત સૂત્રોનુસાર એવી આશંકા છે કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થઇ ગયું છે.

હવે ઑર્બિટરની મદદથી તેની તસવીર લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. સાથે જ વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડરના ફ્લાઇટ ડેટા રેકૉર્ડરના ડેટાથી એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે માત્ર 2.1 કિલોમીટરની ઉંચાઇથી તે રસ્તાથી કેમ ફંટાઇ ગયું.

ઇસરોના સૂત્રોનુસાર ચંદ્રની સપાટીથી 2.1 કિમીની ઉંચાઇ પર વિક્રમ રસ્તાથી ફંટાયું હતું. ત્યારબાદ તે 60 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ 335 મીટર સુધી આવ્યું હતું. આ જ જગ્યાએ તેનો ઇસરો સાથે સંપર્ક તૂટ્યો હતો.

વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું હતું કે તેમને આશંકા છે કે આ બાદ તે જે ગતિએ નીચે જઇ રહ્યું હતું, આ ગતિએ જ તે ચંદ્રની સપાટીથી ટકરાઇ ગયું હતું. લેન્ડર વચ્ચે ચક્કર લગાવી રહેલા ઑર્બિટરથી કનેક્ટ થઇ રહ્યું છે, તેથી લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થશે તેવો આશાવાદ ઇસરોના વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.