1. Home
  2. revoinews
  3. મોદી મંડે: શેરબજારમાં તેજી જ તેજી, સેન્સેક્સમાં 1415 પૉઇન્ટનો ઉછાળો, 39 હજારને પાર
મોદી મંડે: શેરબજારમાં તેજી જ તેજી, સેન્સેક્સમાં 1415 પૉઇન્ટનો ઉછાળો, 39 હજારને પાર

મોદી મંડે: શેરબજારમાં તેજી જ તેજી, સેન્સેક્સમાં 1415 પૉઇન્ટનો ઉછાળો, 39 હજારને પાર

0

કૉર્પોરેટ ટેક્સમાં કાપની અસર સોમવારે શેરબજારમાં જોવા મળી હતી. સેન્સેક્સ અંદાજે 1300 પોઇન્ટના ઉછાળા સાથે 39,312.94 પર ખુલ્યો હતો. નિફ્ટી પણ 276.60 પોઇન્ટ વધીને 11550.80ની સપાટીએ પહોંચ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેમજ રોકાણકારોએ સારા પ્રમાણમાં ખરીદી કરી હતી. બપોરે 12.45 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 1415 પોઇન્ટનો ઉછાળો જોવા મળતા તે 39432ની સપાટીએ પહોંચી ગયો હતો.

નિફ્ટી પણ 300 પોઇન્ટથી વધુના વધારા સાથે 11,600 ને પાર થયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1291 પોઇન્ટની તેજી સાથે 39,305.91 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી પણ 382 પોઇન્ટ સાથે 11,656.25 પર પહોંચ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 1921 પોઇન્ટ ઉછળીને 38,014ના સ્તરે બંધ થયો હતો.

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટેક્સમાં કાપનો એલાન કરતા જ શેરબજારમાં શુક્રવારે 10 વર્ષની સૌથી મોટી તેજી જોવા મળતા સેન્સેક્સમાં 2200 પોઇન્ટ સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારોએ શુક્રવારે કુલ 7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.