1. Home
  2. revoinews
  3. અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે રતુલ પુરી
અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે રતુલ પુરી

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: 5 દિવસ EDની કસ્ટડીમાં રહેશે રતુલ પુરી

0

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે દિલ્હીની ખાસ અદાલતે રતુલ પુરીને 5 દિવસની ઇડીની કસ્ટડીમાં મોકલ્યો છે. અગસ્તા વેસ્ટલેન્ડમાં તપાસ માટે પહેલા ઇડીએ 8 દિવસની કસ્ડટી માગી હતી. ઇડી કસ્ટડીમાં હવે રતુલ પુરી અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં તેની પૂછપરછ કરશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 20 ઑગસ્ટના રોજ મની લોન્ડરિંગ કેસમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલ નાથના ભત્રીજા અને ઉદ્યોગપતિ રતુલ પુરીની ધરપકડ કરી હતી અને તેને રાઉજ એવેન્યૂ કોર્ટ દ્વારા 6 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલાયો હતો.

અગસ્તા વેસ્ટલેન્ડમાં મની લોન્ડરિંગ હેઠળ ઇડીએ પુરીની બુધવારે ધરપકડ કરી હતી. દિલ્હી કોર્ટ દ્વારા તેને 1 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો હતો અને ત્યારબાદ 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઇ કસ્ટડીની માંગ કરાઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.