
એક વધુ બેંક વિરુદ્વ RBIની કાર્યવાહી! લક્ષ્મી વિલાસ બેંકને PCAમાં ખસેડી, ગ્રાહકો પર થશે આ અસર
RBI એ પ્રાઇવેટ બેન્ક લક્ષ્મી વિલાસ બેન્ક પર કડક કાર્યવાહી કરતા તેને પ્રૉમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાં નાખી દીધી છે. લક્ષ્મી વિલાસ બેન્કે RBI તરફથી લેવાયેલા આ પગલાંની શનિવારે જાણકારી આપી હતી. જણાવી દઇએ કે RBI નેટ એનપીએ વધુ હોય, અપર્યાપ્ત કેપિટલ ટૂ રિસ્ક-વેટેડ અસેટ્સ રેશ્યો અને કૉમન ઇક્વિટી ટાયર 1 જેવા કારણોસર બેંકોને PCA માં નાખી દે છે. PCAમાં શામેલ બેંકોની હાલત જ્યાં સુધી ના સુધરે, ત્યાં સુધી તેઓ કોઇ નવી લોન ના આપી શકે. અગાઉ પણ અનેક મોટી સરકારી બેન્કો PCAમાં આવી ચૂકી છે.
શું છે મામલો
મીડિયા અહેવાસ અનુસાર શુક્રવારે બેન્કના ડાયરેક્ટર્સ પર છેતરપીંડીનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેની વિરુદ્વ દિલ્હી પોલિસની આર્થિક અપરાધની શાખાએ કાર્યવાહી શરૂ કરી છે. બેન્ક અધિકારીઓ પર 790 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. જણાવી દઇએ કે નાણકીય સેવા કંપની રેલિગેયર ફિનવેસ્ટની ફરીયાદ પર કાર્યવાહી કરતા પોલિસે કેસ દાખલ કર્યો હતો.
રેલિગેયરે દાવો કર્યો હતો કે તેઓએ 790 કરોડ રૂપિયાની એફડી કરી હતી. જેમાંથી ઉચાપત કરાઇ છે. પોલિસ અનુસાર પ્રાથમિક તપાસમાં પૈસાની હેરફેર યોજનાબદ્વ રીતે કરાઇ છે. રિપોર્ટ શુક્રવારે આવી છે.
બેંકના નિર્દેશકો પર કેસ દાખલ થવાની ખબર બાદ શેર્સમાં શુક્રવારે 4.94 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. NSE પર 4.95 ટકાના ઘટાડા સાથે 36.50 રૂપિયા પર બંધ થયો હતો.
શા માટે લક્ષ્મી વિલાસ બેંકને PCA માં નખાઇ છે –
પીસીએ ફ્રેમવર્ક અનુસાર આરબીઆઇને જ્યારે લાગે છે કે કોઇ બેંક પાસે જોખમનો સામનો કરવા માટે પર્યાપ્ત મૂડી નથી. આવક નથી થઇ રહી અથવા એનપીએ વધી રહી છે, તો તે બેંકને પીસીએમાં નાખવામાં આવે છે. પીસીએમાં શામેલ બેંક નવી લોન નથી આપી શકતી. નવી બ્રાંચ પણ ના ખોલી શકે.
ગ્રાહકોનું શું થશે
બેંક પીસીએ કેટેગરીમાં હોવાથી ગ્રાહકોને કોઇ ખાસ અસર નથી થતી. આ બેંક તેની શાખાનું વિસ્તરણ નથી કરી શકતી. તે ઉપરાંત નવી ભરતી પર પણ રોક લાગશે. કોઇ બેંકને આ કેટેગરીમાં રાખવાથી તેના ગ્રાહકો પર અસર નથી થતી, કારણ કે આરબીઆઇને બેઝલ માનકોના અનુરૂપ બેંકોને નાણાકીય રીતે દુરસ્ત રાખવા માટે પીસીએ ફ્રેમવર્ક બનાવ્યા છે. જેથી બેંક તેની મૂડીનો સદુપયોગ કરી શકે અને જોખમનો સામનો કરવા માટે તૈયાર રહે.
બેંક પર લાગશે આ પાબંધી
RBI ત્રણ અલગ અલગ રિસ્ક કેટેગરીમાં બેંકોને પીસીએમાં રાખે છે અને તેના પર કેટલીક પાબંધીઓ લાગે છે. સરળ શબ્દોમાં જે બેંકને રિસ્ક કેટેગરી ટૂમાં રખાય છે તે નવી શાખા પણ નથી ખોલી શકતા કે લોન પણ નથી આપી શકતા.