
6 કરોડ ખાતાધારકો માટે આ છે ખુશખબરી! હવે આપને PF પર મળશે આટલું વ્યાજ
નોકરી કરનાર માટે એક ખુશખબરી છે. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર અનુસાર નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજ મળશે. તેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધારકોને થશે. નોકરી કરનાર કર્મચારીઓના પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા થશે. ગત નાણાકીય વર્ષ 2017-18મા વ્યાજદરો 8.55 ટકા હતા. એટલે કે વ્યાજદરોમાં 0.10 ટકાનો વધારો થયો છે.
જણાવી દઇએ 8.65 ટકાનો વ્યાજદર સરકારની અન્ય બચત યોજનાઓની સરખામણીએ વધુ છે. EFPOના કુલ 6 કરોડથી વધુ ખાતાધારકો છે. આ સંગઠન 11 લાખ કરોડ રૂપિયાથી વધુ રિટાયરમેન્ટ સેવિંગનું સંચાલન કરે છે.
- EPF વ્યાજદરો પર એક નજર
- નાણાકીય વર્ષ 2017-18માં ઇપીએફ પર 8.55 ટકા વ્યાજદર હતું.
- ઇપીએફઓએ 2016-17માં ઇપીએફ પર વ્યાજદર ઘટાડીને 8.65 ટકા કર્યું હતું.
- જ્યારે તેના પહેલાના નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજદરો 8.80 ટકા હતા.
શું છે EPF – નોકરી કરતા લોકોના પગારનો એક હિસ્સો પીએફ તરીકે કપાય છે. આ રકમ આપના પીએફ ખાતામાં જમા થાય છે. આ એક પ્રકારનું રોકાણ છે. EPF પગારધારકોને નિવૃત્તિ બાદ આર્થિક ફાયદો આપતી સ્કીમ છે. જે EPFO દ્વારા સંચાલિત છે. તેના વ્યાજદરો સરકાર નિર્ધારિત કરે છે.