1. Home
  2. revoinews
  3. PM મોદી જન્મદિવસ વિશેષ: જાણો મોદીએ લખેલા આ 12 પુસ્તકો વિશે, વાંચો યાદી
PM મોદી જન્મદિવસ વિશેષ: જાણો મોદીએ લખેલા આ 12 પુસ્તકો વિશે, વાંચો યાદી

PM મોદી જન્મદિવસ વિશેષ: જાણો મોદીએ લખેલા આ 12 પુસ્તકો વિશે, વાંચો યાદી

0
  • પીએમ મોદીએ વિવિધ વિષયો પર લખ્યા પુસ્તકો
  • પુસ્તકો મારફતે તેના દૃષ્ટિકોરણ-વિચારોનો અંદાજ રજૂ કરાયો
  • પરીક્ષા, જળવાયુ પરિવર્તન, પરોપકાર,સમાજસેવા પર લખ્યા પુસ્તકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના સીએમ અને પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન કુલ 12 પુસ્તકો લખી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થીઓથી લઇને દેશ-સમાજ અને અનેકવિધ મુદ્દાઓ પર પુસ્તકો લખ્યા છે.

ચાલો આજે તેના જન્મદિવસના અવસર પર જાણીએ તેમણે લખેલા પુસ્તકો વિશે

એક્ઝામ વૉરિયર્સ
પ્રકાશક- પેંગુઇન ઇન્ડિયા
ગત વર્ષે ફેબ્રુઆરી 2018 દરમિયાન બોર્ડ પરીક્ષાની તૈયારી પર આધારિત આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. આ પુસ્તકમાં પરીક્ષાની ચિંતાને દૂર કરવા માટે અનેક ટેકનિક દર્શાવાઇ છે. તેમા પીએમ મોદીએ તેના બાળપણના અનેક ઉદાહરણથી પણ બાળકોને તણાવથી બહાર નીકળવા માટેના ઉપાયો દર્શાવ્યા છે.

સાક્ષી ભાવ
પ્રકાશક – પ્રભાત
આ પુસ્તકથી પ્રતિત થાય છે પીએમ મોદી એક રાજનૈતિક કાર્યકરથી વિશેષ એક કવિહૃદય સાહિત્યકાર પણ છે. આ ગ્રંથ ડાયરીના રૂપમં જગજન્ની માં સંવાદ રૂપમાં વ્યક્ત તેના મનોભાવોનું સંકલન છે, જેમાં તેની અંતદૃષ્ટિ, સંવેદના, કર્મઠતા, રાષ્ટ્રદર્શન તેમજ સામાજિક સરોકાર સ્પષ્ટ છલકાય છે. વર્ષ 2015માં સાક્ષી ભાવના નામથી પીએમ મોદીનું હિન્દી કવિતા સંગ્રહ પ્રકાશિત થયો હતો. આ સંગ્રહમાં પહેલી કવિતા માં પર હતી.

અ જર્ની – પોએમ્સ બાય નરેન્દ્ર મોદી
પ્રકાશક – રૂપા પબ્લિકેશન્સ ઇન્ડિયા
પીએમ મોદીએ સીએમ રહેતા ગુજરાતી ભાષામાં કુલ 67 કવિતાઓ લખી છે. આ કવિતાઓ મારફતે તેમણે તેની અવાજ, તેનો દૃષ્ટિકોણ અને તેની વિચારશૈલીનો અંદાજ લગાવી શકાય છે. તેઓ તેના પુસ્તકો મારફતે કેટલીક કવિતાઓ ટ્વીટ પણ કરી ચૂક્યા છે.

કનવીનિઅંટ એક્શન
પ્રકાશક – લેક્સિસ નેક્સિસ
પીએમ મોદીએ ખૂબજ સરળ શબ્દોમાં આ પુસ્તક લખ્યું છે. જળવાયુ પરિવર્તનના પડકારો પર લખેલા આ પુસ્તક આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જોડે છે અને સમાજના વિભિન્ન વર્ગોને તેનાથી નિપટવા માટે વૈશ્વિક અભિયાનમાં સામેલ થવાની પ્રેરણા પણ આપે છે.

જ્યોતિ પુંજ
પ્રકાશક – પ્રભાત પ્રકાશન
પોતાના પુસ્તક પુષ્પાંજલિ જ્યોતિપુંજમાં પીએમ મોદીએ લખ્યું છે કે આ સંસારમાં એ જ લોકોનો જન્મ ધન્ય છે જે પરોપકાર અને સેવા માટે પોતાના જીવનનો કેટલોક ભાગ અને સંપૂર્ણ જીવન સમર્પિત કરી શકે છે. આ પુસ્તકમાં વ્યક્તિના જન્મથી માંડીને તેની સામાજિક જવાબદારી સુધીનો ઉલ્લેખ કરાયો છે.

સોશિયલ હાર્મોની
પ્રકાશક – પ્રભાત પ્રકાશન
આ પુસ્તકમાં પીએમ મોદીએ સમાજ અને સામાજિક સમરસતા પ્રતિ ભાવનાઓના પ્રબળ પ્રવાહને શબ્દોના માધ્યમથી વ્યક્ત કર્યો છે. પુસ્તકમાં તેમની સમાજ પ્રત્યેની અદ્વિતીય દૃષ્ટિ અને દૃષ્ટિકોણ નજરે આવે છે. આ પુસ્તક સામાન્ય વ્યક્તિની ખુશીઓ અને વિકાસ યાત્રા પર આધારિત છે.

આ પુસ્તકો પણ લખ્યા
તે ઉપરાંત કેટલાક પુસ્તકો તેના સંબોધનો અને વ્યાખ્યાનો પર લખાયા છે. તેમનું પુસ્તક The 37th Singapore Lecture: India’s Singapore Story સિંગાપુર લેક્ચર સીરીઝ છે. તેમની પુસ્તક પ્રેમતીર્થ શૉર્ટ સ્ટોરીઝ અને કવિતાઓનો સંગ્રહ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.