
Uttar Pradesh: એટામાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોનાં મોત, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં એક ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે. જ્યારે 9 થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ત્રણ ગંભીર ઘાયલોને આગ્રા મેડિકલ કૉલેજમાં રેફર કરાયા છે. બાકીનો ઇટાની જિલ્લા હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
#UPDATE Etah: Six people dead, after an explosion in a fire-cracker factory in Mirehchi, earlier today. https://t.co/et1rHd6LXc
— ANI UP (@ANINewsUP) September 21, 2019
પ્રારંભિક જાણકારી અનુસાર, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ બે માળનું મકાન ધરાશાયી થયું હતું. આસપાસના અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટના એટા જિલ્લાના મિરહચી વિસ્તારમાં થઇ હતી. અત્યારસુધી 6 લોકોના મોત થયા હોવાની અધિકૃત પુષ્ટિ થઇ છે. આશંકા દર્શાવાઇ રહી છે કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા છે.