
- લડાખ-જમ્મૂના લોકો કેન્દ્રના નિર્ણયના સમર્થનમાં
- 200 નેતા જેલમાં છે, રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અકબંધ
- કાશ્મીર પર સંવેદનશીલતાથી કામ કરવામાં આવશે
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જમ્મૂ અને લડાખમાં હાલત સામાન્ય હોવાનો દાવો કર્યો છે. પરંતુ કાશ્મીર મુદ્દે તેમણે કહ્યું હતું કે ઘાટીમાં કેટલાક મુદ્દાઓ હજુ પણ છે. તેમણે કહ્યું હતું કે કલમ 370 હટાવવા બાદ જમ્મૂ અને લડાખમાં લોકો ખુશ છે પરંતુ કાશ્મીરમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી.
રામ માધવે કહ્યું કે દરેક કાશ્મીર દેશદ્રોહી પણ નથી અને દરેક કાશ્મીરી અલગતાવાદી પણ નથી. તેઓ આપણા જેવા જ લોકો છે. અમે કાશ્મીરને વિકસિત બનાવવાના હેતુસર કલમ 370 નાબુદ કરી છે. કાશ્મીરના લોકો સમ્માન સાથે જીવન વ્યતિત કરે તેવું અમે ઇચ્છતા હતા.
રામ માધવે કહ્યું કે રાજ્યમાં 200થી વધુ નેતાઓને નજરબંધ કરાયા છે. તેઓને પાંચ સિતારા હોટલોમાં નજરબંધ કરાયા છે. રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય કરાયો છે. 200 લોકો 2 મહિના માટે જેલમાં છે. રાજ્ય શાંતિપૂર્ણ છે. જમ્મૂ કાશ્મીરમાં જમ્મૂ ખુશ છે પરંતુ કાશ્મીરમાં હજુ સ્થિતિ સામાન્ય નથી, કેટલાક મુદ્દાઓ છે. તે ઉપરાંત કાશ્મીરના મુદ્દાનું નિરાકરણ સંવેદનશીલ તરીકે લેવાશે.
લડાખના લોકો પણ આ નિર્ણયથી ખુશ છે. તેઓ લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા તે માટે પણ ખુશ છે. રામ માધવ હકીકતમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં નેશનલ યૂનિટી કેમ્પેઇનને સંબોધિત કરી રહ્યા હતા. કલમ 370 ને નાબુદ કરવાના નિર્ણય અંગે કાશ્મીરીઓને સમજાવામાં આવશે. કાશ્મીરમાં કેટલાક લોકો આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે.
2 મહિનાથી ઘાટીમાં સ્થિતિ સામાન્ય
કલમ 370 નાબુદ કર્યા પહેલા જ જમ્મૂ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં જવાનો તૈનાત કરાયા છે. કોઇપણ અપ્રિય ઘટના ના બને તે માટે રાજ્યમાં કડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાન સતત ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે. 2 મહિનાથી ઘાટીમાં સ્થિતિ સામાન્ય છે.