1. Home
  2. revoinews
  3. જુઓ VIDEO: ‘ભિક્ષા’ ને આવકનો સ્ત્રોત દર્શાવતા BJP સાંસદ પ્રજ્ઞા સિંહે ભિક્ષુકોને 500 રૂપિયાની નોટ આપી
જુઓ VIDEO: ‘ભિક્ષા’ ને આવકનો સ્ત્રોત દર્શાવતા BJP સાંસદ પ્રજ્ઞા સિંહે ભિક્ષુકોને 500 રૂપિયાની નોટ આપી

જુઓ VIDEO: ‘ભિક્ષા’ ને આવકનો સ્ત્રોત દર્શાવતા BJP સાંસદ પ્રજ્ઞા સિંહે ભિક્ષુકોને 500 રૂપિયાની નોટ આપી

0

વિવાદાસ્પદ નિવેદનોને લઇને ચર્ચામાં રહેતી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરનો એક વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં સાંસદ પ્રજ્ઞા સિંહ આ વીડિયોમાં ભિક્ષુકોને 500-500 રૂપિયાની નોટનું વિતરણ કરતી નજરે આવે છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે પ્રજ્ઞા સિંહ ઠાકુરે ચૂંટણી દરમિયાન નામાંકન માટે દાખલ કરેલા સોગંદનામામાં આવકનું સાધન ભિક્ષા દર્શાવ્યું હતું. આ વીડિયો સિહોરનો હોય તેવી સંભાવના છે.

જણાવી દઇએ કે પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી તેમજ એમપીના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરની શ્રદ્વાજંલિ સભામાં પ્રજ્ઞા સિંહે વિપક્ષ દ્વારા ભાજપના નેતાઓ પર મારક શક્તિના ઉપયોગની આશંકા વ્યક્ત કરી હતી. તેઓ અનેકવાર આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે અને તેને લઇને ભાજપ તેને અનેકવાર ચેતવણી પણ આપી ચૂક્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.