
- મોદી સરકારના 100 દિવસના કાર્યકાળને લઇને યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
- કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સંબોધિત કરી કોન્ફરન્સ
- જમ્મૂ કાશ્મીર પરનો નિર્ણય સૌથી મોટી ઉપલબ્ધિ
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું હતું કે મોદી સરકારના બીજા કાર્યકાળના પૂર્ણ થયેલા 100 દિવસની સૌથી મોટી ઉપલબ્ધિમાં જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવો શામેલ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવું એ અમારો આગામી એજન્ડા છે. જિતેન્દ્ર સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મુદ્દે કહ્યું કે આ માત્ર મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્વતાથી વિશેષ 1994માં પીવી નરસિંહ રાવના નેતૃત્વ હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સર્મસંમતિથી પારિત સંકલ્પ પણ છે. આ એક સ્વીકાર્ય વલણ છે.
કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલા પાકિસ્તાન તરફથી શરૂ થયેલા દુષ્પ્રચાર અંગે જિતેન્દ્ર સિંહે પ્રહારો કરતા કહ્યું હતુંકે વિશ્વનું વલણ ભારતના પક્ષમાં છે. કેટલાક દેશો ભારતના વલણથી વિરુદ્વ હતા તેઓ પણ હવે અમારા પક્ષમાં છે. કાશ્મીરમાં સામાન્ય લોકોને મળતા લાભોથી ખુશી થાય છે.
જિતેન્દ્ર સિંહે વધુમાં ઉમેર્યું હતું કે કાશ્મીર બંધ પણ નથી અને કફર્યૂના પડછાયા હેઠળ પણ નથી, પરંતુ કેટલીક પાબંધીઓ માત્ર છે. તેમણે આડકતરી રીતે વિરોધી દેશોને ચેતવણી આપી હતી કે કઇપણ કરવા પછી પણ તેઓ બચી જશે તેવી માનસિકતા કેટલાક દેશોએ બદલવી પડશે.
કોઇપણ વ્યક્તિ પાસેથી કફર્યૂ પાસ નથી મંગાયો પરંતુ તેઓ પાસેથી શાંતિની અપેક્ષા રખાય છે. ત્યાં કેટલાક પ્રતિબંધો છે. તેઓ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂર્ણ થવા પર સરકારની ઉપલબ્ધિઓને લઇને સંમેલન સંબોધિત કરી રહ્યા હતા. કાશ્મીરમાં હાલત સામાન્ય થઇ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું.
ઇન્ટરનેટ સેવા વિશે કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં આ સેવા પૂર્વવત કરવા ઇચ્છીએ છીએ. એક પ્રયાસ કરાયો હતો પરંતુ સોશિયલ મીડિયામાં નકલી વીડિયો વાયરલ થયો અને નિર્ણયની પુન:સમીક્ષા કરવી પડી હતી. આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોની હત્યા વિશે તેમણે કહ્યું હતું કે તેની પાછળ પાકિસ્તાનનો હાથ છે.
તેમણે ચેતાવણી ઉચ્ચારતા કહ્યું હતું કે કઇ પણ કરીને તમે બચી જશો તે માનસિકતા છે. પરંતુ હવે તમે બચી નહીં શકો, રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ માટે તમારે કિંમત ચૂકાવવી પડશે.