
- બિપિન રાવતને COSCની કમાન
- 30 સપ્ટેમ્બરે ખાલી થઇ રહ્યું છે પદ
- બીએસ ધનોઆ પાસે હતું આ પદ
વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ શુક્રવારે ચીફ ઑફ સ્ટાફ કમિટી (COSC) ની કમાન સેના પ્રમુખ બિપિન રાવતના હાથમાં સોંપી છે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરે પોતાના પદથી નિવૃત થઇ રહ્યા છે અને આ સાથે જ COSC ના પ્રમુખનું પદ પણ ખાલી થઇ રહ્યું છે. જેની જવાબદારી હવે વરિષ્ઠ હોવાને કારણે બિપિન રાવત સંભાળશે.
શુક્રવારે નવી દિલ્હીમાં એરચીફ માર્શલ બીએસ ધનોઆએ એક કાર્યક્રમમાં COSC ચીફના બેટનને બિપિન રાવતને પાસ કર્યું હતું. આ દરમિયાન અહીંયા નેવી પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે આ કમિટિ અત્યારે સેનાથી જોડાયેલા દરેક નિર્ણયો લે છે. જેની અધ્યક્ષતા ત્રણ સેના પ્રમુખમાં સૌથી વરિષ્ઠ અધિકારી કરે છે.
એરચીફ માર્શલ બીએસ ધનોઆ આ મહિનાના અંતમાં વાયુસેના પ્રમુખના પદથી નિવૃત થઇ રહ્યા છે, તેનું સ્થાન આરકેએસ ભદોરિયા લેશે. જણાવી દઇએ કે 8 ઑક્ટોબરના રોજ વાયુસેના દિવસ છે તેથી આ મોટા દિવસ પહેલા જ વાયુસેનાને તેના નવા પ્રમુખ મળી જશે.
નવુ પદ સંભાળતા જ બિપિન રાવતને અભિનંદન મળ્યા છે. ભાજપ સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વીટ કરીને તેને શુભેચ્છાઓ પાઠવી હતી.
શું કરે છે આ કમિટી
જણાવી દઇએ કે ચીફ ઑફ સ્ટાફ કમિટીના ચેરમેન પાસે ત્રણ સેનાઓ વચ્ચે તાલમેલ સુનિશ્વિત કરવાની તેમજ દેશની સામે ઉપસ્થિત બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરવાની જવાબદારી હોય છે.
જલ્દી લાગુ થશે નવી વ્યવસ્થા
નોંધનીય છે કે આ વર્ષે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઑફ ડિફેંસ સ્ટાફની નિયુક્તિનું એલાન કર્યુ હતું. કારગિલ યુદ્વ બાદથી તેની માંગ થઇ રહી હતી. પરંતુ મોદી સરકારે અંતે આ માંગને પૂરી કરી હતી.
ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ સિસ્ટમ ભારત ઉપરાંત અનેક દેશો પાસે છે, જેમાં અમેરિકા, ચીન, યૂનાઇટેડ કિંગડમ, જાપાન સહિત દુનિયાના અનેક દેશો પાસે ચીફ ઑફ ડિફેંસ જેવી વ્યવસ્થા છે.