1. Home
  2. revoinews
  3. શરદ પવાર પર FIRનો NCP એ કર્યો વિરોધ, મુંબઇમાં EDની ઓફિસ બહાર પ્રદર્શન
શરદ પવાર પર FIRનો NCP એ કર્યો વિરોધ, મુંબઇમાં EDની ઓફિસ બહાર પ્રદર્શન

શરદ પવાર પર FIRનો NCP એ કર્યો વિરોધ, મુંબઇમાં EDની ઓફિસ બહાર પ્રદર્શન

0
  • બેંક ઘોટાળા કેસમાં શરદ પવાર પર કેસ દાખલ
  • આજે શરદ પવાર ત્રણ વાગ્યે કરશે પ્રેસ કૉન્ફરન્સ
  • NCP કાર્યકરોએ ઇડી ઓફિસ બહાર દેખાવો કર્યા

બેંક ઘોટાળામાં કેસ દાખલ થયા બાદ રાષ્ટ્રવાદી નેશનલ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવારે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. મુંબઇમાં ચાલી રહેલી આ બેઠકમાં અજિત પવાર, છગન ભુજબળ, જિતેન્દ્ર અવધ અને નવાબ મલિક ઉપસ્થિત છે. આજે બપોરે ત્રણ વાગ્યે શરદ પવારે પ્રેસ કૉન્ફરન્સ પણ બોલાવી છે.

આ વચ્ચે એનસીપી કાર્યકરોએ મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકર્તાઓ ઇડીની કાર્યવાહીથી નારાજ છે. તે સિવાય એનસીપીએ બારામતી બંધનું એલાન કર્યું હતું. બારામતી શહેર અને તાલુકામાં દરેક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published.