
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે વકીલોને કહ્યું – 17 ઑક્ટોબર સુધી દલીલો પૂર્ણ કરો
- રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં નવો વળાંક
- વકીલોને તેની દલીલ 17 ઑક્ટોબર સુધી પૂર્ણ કરવી પડશે
- પાંચ ન્યાયાધીશોની પીઠ કરી રહી છે આ મામલે સુનાવણી
રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 17 ઑક્ટોબર સુધી દલીલ ચાલુ રાખવામાં આવે. અગાઉ 18 ઑક્ટોબર સુધીની સમયમર્યાદા હતી.
શુક્રવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે દરેક વકીલ પોતાની દલીલો 17 ઑક્ટોબર સુધી પૂરી કરે.
પાંચ ન્યાયાધીશોની પીઠ કરી રહી છે સુનાવણી
મામલાની સુનાવણી કરી રહેલી પાંચ ન્યાયાધીશોની પીઠમાં જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ ધન્નજય વાઇ ચન્દ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે. પીઠની અધ્યક્ષતા CJI રંજન ગોગોઇ કરી રહ્યા છે.
અગાઉ સર્વોચ્ચ અદાલતે આધ્યાત્મિક ગુરુ તેમજ આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુની સદસ્યતા વાળી ત્રણ સદસ્યીય સમિતિની રિપોર્ટની પણ સમીક્ષા કરી હતી પરંતુ ચાર મહિના ચાલેલી મધ્યસ્થતા પ્રક્રિયામાં પણ કોઇ અંતિમ સમાધાન મળ્યું નહોતું.