1. Home
  2. revoinews
  3. લો બોલો, ભારે ભરખમ ચલણ જોઇને જ ઑટો ડ્રાઇવરના રામ રમી ગયા!
લો બોલો, ભારે ભરખમ ચલણ જોઇને જ ઑટો ડ્રાઇવરના રામ રમી ગયા!

લો બોલો, ભારે ભરખમ ચલણ જોઇને જ ઑટો ડ્રાઇવરના રામ રમી ગયા!

0

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમનમાં સુધારા માટે નવા કાયદા બનાવ્યા છે જે 1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થયા છે. નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર વાહનચાલકોએ ભારે ભરખમ દંડ ભરવો પડી રહ્યો છે. ક્યારેક ચલણની ભારે રકમ જોઇએ વાહનચાલકોના હોંશ ઉડી જાય છે. આવો જ એક મામલો ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં બન્યો છે. જ્યાં એક ઑટો રિક્ષાચાલકને ચલણની રકમ જોઇને આંચકો લાગ્યો હતો અને તેનું મોત થયું હતું.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કલીચાબાદ ગામના ઑટો ચાલકનું જોનપુર આરટીઓએ ચલણ ફાડ્યું હતું. રિક્ષાચાલક પાસે ઑટોની પરમિટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું. પીયુસી સર્ટિફિકેટ પણ ફેલ થઇ ચૂક્યું હતું. તે સિવાય બીજા અનેક નિયમોના ઉલ્લંઘન બાદ આરટીઓ વિભાગના અધિકારીએ ઑટો રિક્ષાને 18 હજાર 500નું ચલણ પકડાવ્યું હતું.

આરોપ છે કે ચલણની ભારે ભરખમ રકમ જોઇને રિક્ષાચાલકને ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ તેની તબિયત લથડી હતી. તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જો કે ઇલાજ દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ મામલે ચલણ કાપનાર અધિકારીએ જણાવ્યું હતું કે ઑટો રિક્ષાનું જૂના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ચલણ કાપવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઑટો ચાલકે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટના પર જિલ્લાધિકારીએ પરિવહન વિભાગ પાસેથી તેનો રિપોર્ટ માંગ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.