1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં 50 હજાર મંદિરો બંધ કરાવાયા, સરકાર કરાવશે સર્વે: ગૃહ રાજ્યમંત્રી
કાશ્મીરમાં 50 હજાર મંદિરો બંધ કરાવાયા, સરકાર કરાવશે સર્વે: ગૃહ રાજ્યમંત્રી

કાશ્મીરમાં 50 હજાર મંદિરો બંધ કરાવાયા, સરકાર કરાવશે સર્વે: ગૃહ રાજ્યમંત્રી

0

મોદી સરકાર જમ્મૂ કાશ્મીરમાં અનેક વર્ષોથી બંધ પડેલા 50 હજાર મંદિરોના પટ ફરીથી ખોલશે. આ મંદિરોની ઓળખ માટે ફરીથી તેના સર્વેની કામગીરી હાથ ધરાશે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ આ જાણકારી આપી હતી. રેડ્ડીએ કહ્યું કે આ એવા મંદિર છે જેને તોડી પડાયા છે અથવા મૂર્તિઓ ખંડિત થઇ ચૂકી છે. તે ઉપરાંત લાંબા સમયથી ઘાટીમાં બંધ પડેલી સ્કૂલોને પણ પાછી ખોલવા માટે સર્વે હાથ ધરાયો છે.

ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે દશકો સુધી ઘાટીમાં આતંકવાદને કારણે કાશ્મીરી પંડિતોને પલાયન થવા માટે મજબૂર થવું પડ્યું છે. આતંકીઓએ મોટે પાયે કાશ્મીરી પંડિતોનો નરસંહાર પણ કર્યો છે. ત્યારબાદ ત્યાંના મંદિરમાં તોડફોડ થઇ અને તેના દ્વાર બંધ કરવામાં આવ્યા. અમે આવા જ મંદિર માટે સર્વે હાથ ધરીશું.

મોદી સરકાર કાશ્મીરમાં આતંકવાદને નાબુદ કરવા માટે પ્રતિબદ્વ છે. તેના માટે કામગીરી ચાલુ છે. અમારી સરકાર ઘાટીમાં ફેલાયેલી નફરતને દૂર કરીને જ ઝંપશે.

જણાવી દઇએ કે 5 ઑગસ્ટના રોજ મોદી સરકારે જમ્મૂ કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે જમ્મૂ કાશ્મીરમાં રહેલી કલમ 370 હટાવી દીધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.