1. Home
  2. revoinews
  3. આસામ જ નહીં સમગ્ર દેશમાંથી ઘૂસણખોરોની હકાલપટ્ટી કરાશે – અમિત શાહ
આસામ જ નહીં સમગ્ર દેશમાંથી ઘૂસણખોરોની હકાલપટ્ટી કરાશે – અમિત શાહ

આસામ જ નહીં સમગ્ર દેશમાંથી ઘૂસણખોરોની હકાલપટ્ટી કરાશે – અમિત શાહ

0
  • પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનની ચોથી બેઠક યોજાઇ
  • કોંગ્રેસની ભાગલા પાડો-રાજ કરોની નીતિ
  • દેશના દરેક ખુણેથી ઘૂસણખોરોની હકાલપટ્ટી કરાશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ઘૂષણખોરીને સખ્ત ચેતવણી આપતા કહ્યું હતું કે સરકાર માત્ર આસામ નહીં પરંતુ સમગ્ર દેશમાં રહેતા ગેરકાયદેસર ઘૂષણખોરોને બહાર કાઢશે.

પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનની ચોથી બેઠકને સંબોધિત કરતા બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને આ હિસ્સાને દેશની અલગ રાખ્યો છે તેવા આરોપો પણ લગાડ્યા હતા.

શું છે પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન?
પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન, અન્ય દેશના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન અર્થાત એનડીએનું જ પૂર્વોત્તરમાં કામ કરનાર રૂપ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારે પૂર્વોત્તરમાં કલેષના બીજ વાવ્યા છે. આ પાર્ટીએ ઉત્તરપૂર્વમાં કોઇ કદર નથી કરી અને આ જ કારણોસર આ વિસ્તારોમાં ઉગ્રવાદનો જન્મ થયો છે. કોંગ્રેસે હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર જ રાજ કર્યું છે.

NRCનો હવાલો આપતા અમિત શાહે કહ્યું હતું કે મર્યાદિત સમયમાં આ કામગીરી સંપન્ન કરાઇ. અધિકૃત સૂત્રોનુસાર આ બેઠકમાં ગૃહમંત્રી ઉપરાંત કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.