1. Home
  2. revoinews
  3. ચંદ્રયાન-2 – લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટ્યા બાદ અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આ રીતે ટ્વીટ કરીને આપ્યું સમર્થન
ચંદ્રયાન-2 – લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટ્યા બાદ અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આ રીતે ટ્વીટ કરીને આપ્યું સમર્થન

ચંદ્રયાન-2 – લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટ્યા બાદ અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આ રીતે ટ્વીટ કરીને આપ્યું સમર્થન

0
  • ચંદ્રયાન-2 માત્ર 2.1 કિલોમીટરથી ઇતિહાસ બનાવતા દૂર રહ્યું
  • દેશના દિગ્ગજ નેતાઓએ પણ ઇસરોને આપ્યું સમર્થન
  • હજુ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થાય તેવી સંભાવના

ભારતનું મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 શુક્રવારે મોડી રાત્રે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરની દૂરી પર હતું ત્યારે રસ્તો ભટકી ગયું હતું. આ બાબત પર પહેલા જ આશંકા વ્યક્ત કરાઇ હતી કે લેન્ડર વિક્રમ માટે ચંદ્રની સપાટી પર પહોંચવા પહેલાની 15 મિનિટ ખૂબજ મહત્વપૂર્ણ હશે. લેન્ડર વિક્રમને રાત્રે અંદાજે 1.38 વાગ્યે ચંદ્રની સપાટી પર લઇ જવા માટેની પ્રક્રિયા શરૂ કરાઇ હતી, જો કે ચંદ્રની સપાટી પર પહોંચ્યા પહેલા જ લગભગ 2.1 કિલોમીટર પહેલા જ તેનો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હજુ પણ વિક્રમ સાથે સંપર્કની આશા સેવાઇ રહી છે પરંતુ તે કોઇ ચમત્કાર જ બનશે. આ ઘટના બાદ પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દેશના દિગ્ગજ નેતાઓએ ઇસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે ચંદ્રયાન-2 મિશનને લઇને ઇસરોની ટીમે અનુકરણીય પ્રતિબદ્વતા અને સાહસનું પ્રદર્શન કર્યું હતું. દેશને ગર્વ છે. અમે દરેક હજુ બહેતરની આશા કરીએ છીએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટીથી નિકટ પહોંચાડવાની ઇસરોની દરેક કોશિશથી ભારત ગૌરવાન્વિત છે. ચંદ્રયાન-2ને લઇને અત્યારસુધીની ઇસરોની ઉપલબ્ધિથી પ્રત્યેક ભારતીય ગર્વની લાગણી અનુભવે છે. ભારત આપણા પ્રતિબદ્વ અને કઠોર મહેનત કરનાર ઇસરોના વૈજ્ઞાનિકોની સાથે છે. ભવિષ્યની યાત્રા માટે શુભેચ્છાઓ.

રાહુલ ગાંધીએ પણ ઇસરોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે પ્રત્યેક ભારતીય માટે પ્રેરણા છે. ઇસરોની ટીમને ચંદ્રયાન-2માં શ્રેષ્ઠ કામ માટે અભિનંદન. આપનો જોશ, જુસ્સો અને સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણા સમાન છે. આપનું કામ વ્યર્થ નહીં જાય.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ ટ્વીટ કરી હતી કે સંપૂર્ણ દેશ વૈજ્ઞાનિકોની સાથે છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કરી ટ્વીટ વૈજ્ઞાનિકોને સલામ કર્યું હતું અને તેના કામની પ્રશંસા કરી હતી.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ વૈજ્ઞાનિકોના વખાણ કર્યા હતા.

એ પહેલા પીએમ મોદીએ પણ વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે દેશને આપના પર ગર્વ છે. સર્વશ્રેષ્ઠ માટે આશા જીવંત છે. જુસ્સો રાખો. આપે ખૂબજ ઉત્તમ સેવા કરી છે અને ભારતને ગૌરવાન્વિત કર્યું છે. હું તમારી સાથે છું. આ દરમિયાન મોદીએ ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. જો કે હજુ મિશન નિષ્ફળ રહ્યું કે કેમ તે અંગે કહી ના શકાય. લેન્ડર સાથે પુન:સંપર્ક સ્થાપિત થઇ શકે છે. જો લેન્ડર વિક્રમ નિષ્ફળ જાય તો પણ ચંદ્રયાન-2નું ઑર્બિટર સામાન્ય રીતે કામ કરી રહ્યું છે અને ચંદ્રની સતત પરિક્રમા કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.