
MDH મસાલાઓમાં મળ્યા સાલ્મોનેલા બેકટીરિયા, સેંપલની તપાસનો આદેશ
દેશની અગ્રણી મસાલા કંપની એમડીએચના સંભાર મસાલામાં બેકટીરિયા હોવાની ફરીયાદ મળ્યા બાદ હવે બ્રાંડના દરેક ઉત્પાદોના સેંપલોની તપાસ કરવામાં આવશે. ઑલ ઇન્ડિયા ફૂડ એંડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર ફાઉન્ડેશન (AFDLHF) તરફથી મહારાષ્ટ્ર અન્ન અને ઔષધિ પ્રશાસન વિભાગને પત્ર લખાયો છે. તેમાં કહેવાયું છે કે અમેરિકી ફૂડ એંડ ડ્રગ ઑથોરિટી દ્વારા જારી કરાયેલા એક અધિકૃત નિવેદન અનુસાર MDH મસાલાના એક ઉત્પાદમાં સાલ્મોનેલા બેકટીરિયા મળવાની પુષ્ટિ થઇ છે.
ફરીયાદમાં લખાયું છે કે એમડીએચ સંભાર મસાલામાં કથિતપણે સાલ્મોનેલા બેકટીરિયા મળ્યા બાદ અમરિકાએ આ મસાલાના જથ્થાને ભારત પરત મોકલ્યો છે. અમેરિકાની ફૂડ એંડ ડ્રગ રેગ્યુલેટર બૉડી એફડીએ તરફથી થયેલા ટેસ્ટમાં આવેલા પરિણામ બાદ સેંપલની તપાસનું પગલું લેવાયું છે. મહારાષ્ટ્ર એફડીએને આ મામલે એમડીએચના દરેક ઉત્પાદોના સેંપલની તુરંત તપાસ કરવાની અપીલ કરાઇ છે.
અમેરિકાના માલ પરત મોકલ્યો
નોંધનીય છે કે યૂએસ ફૂડ એંડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા એમડીએચ બ્રાંડના સંભાર મસાલામાં સાલ્મોનેલા બેકટીરિયા હોવાનું માલુમ પડ્યા બાદ કંપનીએ મસાલાનો કેટલોક માલ ભારત પરત મોકલ્યો છે. હાઉસ ઑફ સ્પાઇસિસ (ઇન્ડિયા) દ્વારા વિતરણ કરાયેલા ઉત્પાદોને એફડીએ દ્વારા પ્રમાણિત લેબમાં ટેસ્ટ કરાયા તો તેમાં સાલ્મોનેલા બેકટીરિયા મળ્યા હતા. જે સ્વાસ્થ્ય માટે ખૂબજ નુકસાનકારક છે.
સાલ્મોનેલા ધરાવતા ખાદ્ય વસ્તુઓ ખાવાથી 12-72 કલાકમાં અતિસાર, તાવ, મરડો જેવી બીમારી થાય છે. આ બીમારીઓથી છૂટકારો મેળવવામાં 4-7 દિવસ થાય છે. વયોવૃદ્વ, નવજાત શિશુ અને નબળી પાચનશક્તિ ધરાવતા લોકોને આ બીમારી થવાનો ખતરો વધુ હોય છે.