1. Home
  2. revoinews
  3. એરફોર્સ ચીફ ભદોરિયાની હુંકાર – પાક ફરી આતંકી હુમલો કરશે તો બાલાકોટ એર એરસ્ટ્રાઇક દોહરાવીશું
એરફોર્સ ચીફ ભદોરિયાની હુંકાર – પાક ફરી આતંકી હુમલો કરશે તો બાલાકોટ એર એરસ્ટ્રાઇક દોહરાવીશું

એરફોર્સ ચીફ ભદોરિયાની હુંકાર – પાક ફરી આતંકી હુમલો કરશે તો બાલાકોટ એર એરસ્ટ્રાઇક દોહરાવીશું

0

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ પાકિસ્તાનને ફરી એકવાર ચેતવણી આપી છે. વાયુસેનાની વાર્ષિક પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાથી પૂછવામાં આવ્યું કે શું ફરીતી બાલાકોટ એરસ્ટ્રાઇક થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનની તરફથી જો આતંકી હુમલો થશે તો સરકારના આદેશ બાદ અમે ફરીથી બાલાકોટ એરસ્ટ્રાઇક જેવી સૈન્ય કાર્યવાહી દોહરાવીશું.

એર ચીફ માર્શલને જ્યારે પૂછાયું કે જો પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદન સાથે કર્યું તેમ ભારતીય પાઇલોટ સાથેના સંપર્કને ફરી જામ કરી દેશે તો? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે સલામત રેડિયો કમ્યુનિકેશન સુનિશ્વિત કરવા માટે પગલાં ભર્યા છે તેમજ તેઓ ભારતીય પાયલટની વાતચીતને નહીં સાંભળી શકે.

પાકિસ્તાન દ્વારા નાના ડ્રોનના ઉપયોગથી ભારતમાં હથિયાર મોકલવાના સંદર્ભે પૂછાતા એર ચીફ માર્શલે કહ્યું હતું કે નાના ડ્રોન દેશની સુરક્ષા માટે નવો ખતરો છે અને આ ખતરાથી બચવા માટે કેટલાક જરૂરી પગલાં લેવાઇ રહ્યા છે. આ અવકાશી સીમા ઉલ્લંઘન છે અને આ સંદર્ભે વધુ પગલાં લેવાનું શરૂ કરાયું છે.

નોંધનીય છે કે શુક્રવારે વાયુસેનાએ બાલાકોટ એર સ્ટ્રાઇકનો એક વીડિયો જારી કર્યો હતો. જેમાં એર સ્ટ્રાઇકની સંપૂર્ણ કાર્યવાહી દર્શાવાઇ છે, જો કે આ વીડિયો પ્રમોશનલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.