
ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસને વીજળી વિભાગના જૂનિયર એન્જિનિયરનું ચલણ કાપવું ભારે પડ્યું છે. ચલણ કપાયા બાદ ગુસ્સે થયેલા જૂનિયર એન્જિનિયરે પોલીસ ચોકીનું વીજળી કનેકશન કાપી નાખ્યું હતું. તેને કારણે વીજળી ડુલ થઇ જતા પોલિસ કર્મીઓએ અનેક કલાકો સુધી લાઇટ વગર રહેવાની નોબત આવી હતી. તેને કારણે પોલીસના કામકાજ પણ અટકી ગયા હતા અને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ નજારો મેરઠ પોલીસ સ્ટેશનનો છે. જ્યાં વીજળી નથી. કારણ એ બતાવી રહ્યા છે કે પોલિસ સ્ટેશનનું વીજળી બિલ ભરવાનું બાકી છે, પરંતુ વીજળી કનેકશન ત્યારે કાપી નખાયું જ્યારે તે વિસ્તારના જૂનિયર એન્જિનિયરનું ચલણ પોલિસકર્મીઓ દ્વારા કાપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જેઇ સોમ પ્રકાશ વર્મા પોતાની બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે પોલીસકર્મીઓએ તેને રોકીને બાઇકના કાગળ માંગ્યા હતા. સોમ ગર્ગે દરેક કાગળો દર્શાવ્યા પરંતુ તેની પાસે PUC સર્ટિફિકેટ ન હતું. નિયમોને ટાંકીને ટ્રાફિક પોલિસે તેનું ચલણ ફાડ્યું હતું.

તેના પર જેઇએ ખુદને વીજ વિભાગના કર્મચારી કહીને ચલણ ના ફાડવાની ચેતવણી આપી હતી. જો કે પોલિસકર્મીઓએ તેની વાત સાંભળી ના હતી. પોલિસે ચલણ ફાડીને તેના હાથમાં સોંપી દીધું હતું.
ચલણ કાપવાથી જેઇ નારાજ થય. તેઓ ઓફિસ ગયા અને થાના પોલિસ સ્ટેશનની વીજળી કાપી નાખી.
લગભગ 4 કલાકથી વીજળી ના આવવાથી પોલીસ હેરાન થઇ ગઇ. પોલીસ સ્ટેશનનું ઇનવર્ટર પણ ઠપ થઇ ગયું. પરંતુ લાંબા સમય સુધી વીજળી ના આવતા વિશિષ્ટ અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો અને પછી ફરીથી વીજળી કનેકશન જોડી દેવામાં આવ્યું હતું. જો કે ચોકીનું વીજ જોડાણ નહોતું જોડાયું.
પોલિસ અને વીજ વિભાગ વચ્ચે જંગ છેડાઇ ગઇ હતી. વીજ વિભાગના અધિકારીઓએ જેઇનું સમર્થન કર્યું હતું અને કહ્યું કે 1,67,000 રૂપિયાનું બિલ બાકી છે. જેને લઇને પોલીસ સ્ટેશનનું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે.
આ અંગે વીજ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સોનૂ રસ્તોગીએ કહ્યું હતું કે બદલાની ભાવનાથી વીજતાર નથી કાપવામાં આવ્યા પરંતુ આ માત્ર એક જોગાનુજોગ છે. વીજ વિભાગ હાલમાં વીજળી બિલ ના ભરનારા વિરુદ્વ અભિયાન ચલાવી રહ્યું છે. તેને અંતર્ગત સરકારી-બિન સરકારી એ દરેક કાર્યાલયોનું વીજ કનેકશન કાપવામાં આવી રહ્યું છે જેમણે બીલ નથી ભર્યું.