
માત્ર હિંદી નહીં, કોઇપણ ભાષાને થોપવી ના જોઇએ – રજનીકાંત
વન નેશન, વન લેંગ્વેજનો હવે દક્ષિણ અભિનેતા રજનીકાંતે વિરોધ કર્યો છે. રજનીકાંતે કહ્યું કે હિંદી ભાષાને થોપવી ના જોઇએ. માત્ર તામિલનાડુ નહીં પરંતુ દક્ષિણનું કોઇ રાજ્ય હિંદીનો સ્વીકાર નહીં કરે. માત્ર હિંદી જ નહીં. પરંતુ કોઇપણ ભાષાને થોપવી ના જોઇએ.
Rajinikanth: Hindi shouldn't be imposed. Not just Tamil Nadu but none of the southern states will accept imposition of Hindi. Not only Hindi, no language should be imposed. If there's a common language it's good for country's unity&progress but forcing a language isn't acceptable pic.twitter.com/cP3KzihTgw
— ANI (@ANI) September 18, 2019
નોંધનીય છે કે થોડાક સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હિંદી દિવસ પર હિંદીના મહત્તમ ઉપયોગ માટેની પહેલ કરાઇ હતી, પરંતુ તેના આ નિવેદન પર અનેક જગ્યાએ વિરોધનો સુર પણ વ્યક્ત કરાયો હતો જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેનો વધુ વિરોધ કરાયો હતો.