
INX મીડિયા કેસ: ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 3 ઑક્ટોબર સુધી વધારાઇ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને ગુરુવારે દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટથી ઝટકો લાગ્યો છે. અદાલતે તેને ફરીથી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેથી હવે ચિદમ્બરમ 3 ઑક્ટોબર સુધી તિહાડ જેલમાં જ રહેશે.
INX Media (CBI) case: A special court in Delhi extends Congress leader P Chidambaram's judicial custody till 3rd October. pic.twitter.com/NF01ErHmNp
— ANI (@ANI) September 19, 2019
ચિદમ્બરમની INX મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા અદાલતે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીની અવધિ વધારવા માટે અદાલતને અનુરોધ કર્યો હતો. જેના પર ચિદમ્બરમ તરફથી રજૂ થયેલા વકીલ કપિલ સિબ્બલે તેની ન્યાયિક કસ્ટડીની અવધિ વધારવાની સીબીઆઇની અપીલનો વિરોધ કર્યો હતો.
tags:
National news