
લાલૂ યાદવને કિડની દાનમાં આપવા બિહારનું એક દંપતિ તૈયાર
બિહારના સહરસાના એક દંપતિએ પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને કિડની દેવાનો નિર્ણય કર્યો છે. ચારા ઘોટાળામાં દોષિત એવા લાલૂ પ્રસાદ યાદવ રિમ્સમાં ઇલાજ પર છે અને તેની કિડનીમાં ઇન્ફેક્શનની ખબર સાંભળીને આ બન્નેએ કિડની તેને દાન કરવાનો નિર્ણય લીધો છે.
હકીકતમાં સહરસા જિલ્લાના પૂર્વ જિલ્લા પાર્ષદ અને એલજેડીના પ્રદેશ મહાસચિવ પ્રવીણ આનંદ અને તેની પત્ની અને જિલ્લા પાર્ષદ પ્રિયંકા આનંદે લાલૂને કિડની દાનમાં આપવા માંગે છે.
બન્ને દંપત્તિઓએ કહ્યું હતું કે આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ ગરીબોનો દેવતા છે તેમજ શોષિત, અછૂત, દલિત, મહાદલિતનો દેવતા છે. તેમણે પોતાના હક માટે લડવા શીખવ્યું તેમજ અધિકાર માટે માર્ગ પર ઉતરવાનું શીખવ્યું.
આ પ્રકારના નેતા અમારી વચ્ચે રહે તે આવશ્યક છે. મજબૂત વિપક્ષ માટે લાલૂ પ્રસાદ યાદવ જેવા નેતા માટે અમે કિડની શું જાન પણ આપવા તૈયાર છીએ. જો તેઓની કિડની મેચ થશે તો ચોક્કસપણે તેઓ દાનમાં આપી દેશે.