
મહારાષ્ટ્ર: ધુલેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 12નાં મોત, 58 ઘાયલ
- ધુલેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ
- વિસ્ફોટથી ઝેરીલો ગેસ ફેલાયો
- મૃતકોની સંખ્યા વધવાની આશંકા
મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોનાં મોત થયા હતા જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હાલમાં વિસ્ફોટ બાદ લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે.
15 people injured in an explosion in a chemical factory in Dhule,Maharashtra. More details awaited. pic.twitter.com/8ERgf5kyXv
— ANI (@ANI) August 31, 2019
ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી વિસ્તારમાં હડકંપ મચ્યો છે. ઘટનાસ્થળ પર ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ રાહત કાર્યમાં જોડાયેલા છે. દરમિયાન, કુલ 40 કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.
મૃતકોમાં મહિલાઓ અને પુરુષ કર્મચારી બન્ને શામેલ છે. ફાયર બ્રિગેડ અનુસાર મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. તે ઉપરાંત ફેક્ટરીમાંથી નીકળતો ઝેરીલો ગેસ અને ધૂમાડો આસપાસના ગામમાં ફેલાઇ રહ્યો છે. તેનાથી ખતરો વધે તેવી સંભાવના છે.