
INX Media Case: ચિદમ્બરમની ધરપકડ પર ઇંદ્રાણી મુખર્જીએ ખુશી વ્યક્ત કરી, કહ્યું – જે થયું સારું થયું
- Inx Media Case માં ઇંદ્રાણી મુખર્જી છે સાક્ષી
- પહેલા વાર પી.ચિદમ્બરમની ધરપકડ પર બોલ્યા
- ઇડીએ ચિદમ્બરમની કસ્ટડીની માંગ કરી
INX Media Case મામલે સરકારી સાક્ષી બનેલી ઇંદ્રાણી મુખર્જી પહેલી વાર પી.ચિદમ્બરમની ધરપકડ પર ખુલીને બોલ્યા છે. ઇંદ્રાણી મુખર્જીએ ચિદમ્બરમની ધરપકડ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ એક સારી ખબર છે.
Indrani Mukerjea, who turned approver in INX Media case, on being asked about arrest of P Chidambaram: It's good news that P Chidambaram has been arrested. (file pic) pic.twitter.com/McwrbOUZTP
— ANI (@ANI) August 29, 2019
આ વચ્ચે આરોપી પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને લઇને ઇડીએ મોટો ખુલાસો કર્યો છે. ઇડીએ કહ્યું હતું કે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ આ કેસથી સંબંધિત મની લોન્ડરિંગ મામલે ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે અને આ કેસમાં તેઓ વિક્ટિમ કાર્ડ રમવાની કોશિશ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ઑલ ઇન્ડિયા રેડિયોએ આ ખબરની પુષ્ટિ કરી છે.
જણાવી દઇએ કે INX Media મની લોન્ડરિંગ મામલે આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જારી છે. ઇડી તરફથી દલીલ રજૂ કરતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમની કસ્ટડીની માંગ કરતા કહ્યું હતું કે ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાં સુધી તેઓ તપાસ રિપોર્ટ આરોપી સાથે શેર ના કરી શકે.