
મંદી વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં બેગણો વધારો
આર્થિક મંદી વચ્ચે મોદી સરકાર માટે એક રાહતના સમાચાર આવ્યા છે. જુલાઇ માસમાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વૃદ્વિ નોંધાઇ છે. જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન દર વધીને 4.3 ટકા નોંધાયો છે. અગાઉ જૂન માસમાં ઔદ્યોગિક ઉત્પાદન દર 2 ટકા હતો.
સરકાર માટે રાહતના સમાચાર
તે સિવાય મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં પણ વૃદ્વિ થઇ છે. જુલાઇમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 1.6 ટકા હતો, જે ઑગસ્ટમાં વધીને 4.2 ટકા નોંધાયો છે.
માઇનિંગ સેક્ટરમાં પણ વૃદ્વિ
મહિનાને આધારે જુલાઇ માસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 1.2 ટકાથી વધીને 4.2 ટકા રહ્યો છે. જ્યારે માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 1.6 ટકાથી વધીને 4.9 ટકા નોંધાયો છે. જો કે જુલાઇમાં વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે અને જૂનના 8.2 ટકાથી ઘટીને 4.8 ટકાના સ્તરે જોવા મળ્યું છે.
હકીકતમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્વિ દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેતો આપે છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દેશના દરેક સેક્ટરના આંકડાઓ ખૂબજ નબળા આવ્યા છે.
કોર સેકટર્સે કર્યા હતા નિરાશ
નોંધનીય છે કે અગાઉ 8 કોર સેક્ટર્સની વિકાસ દરમાં પણ ઘટાડો થયો હતો. જુલાઇ માસમાં 8 કોર સેક્ટર્સનો ગ્રોથ ઘટીને 2.1 ટકા નોંધાયો હતો. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન એટલે કે જુલાઇ 2018માં તે 7.3 ટકાના સ્તરે હતો.
દરેક પ્રયાસો છત્તાં, વૃદ્વિદરમાં ગતિ નથી જોવા મળતી, પરંતુ ગત વર્ષના એપ્રિલ-જુલાઇ ત્રિમાસિક ગાળાની તુલનાએ આ વર્ષના એપ્રિલ-જુલાઇ દરમિયાન ઉત્પાદનમાં 3 ટકાનો વધારો નોંધાયો છે.