1. Home
  2. revoinews
  3. પરોપકારી કાર્યો માટે અઝીમ પ્રેમજીએ વિપ્રોના 7300 કરોડના શેર્સ વેચ્યા
પરોપકારી કાર્યો માટે અઝીમ પ્રેમજીએ વિપ્રોના 7300 કરોડના શેર્સ વેચ્યા

પરોપકારી કાર્યો માટે અઝીમ પ્રેમજીએ વિપ્રોના 7300 કરોડના શેર્સ વેચ્યા

0
  • શેર બાયબેક હેઠળ અઝીમ પ્રેમજીએ કર્યું શેર્સનું વેચાણ
  • વિપ્રો બોર્ડે કુલ 32.30 કરોડના શેર્સનું બાયબેકનું એલાન કર્યું હતું
  • પ્રમોટર-ગ્રૂપ ફર્મની ભાગીદારી વધીને 74.04 ટકા થઇ

અઝીમ પ્રેમજીએ આ જ વર્ષે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો પરોપકારી કાર્યો માટે આપવાનો એલાન કર્યો હતો. આ જ દિશામાં અઝીમ પ્રેમજી અને તેના એકમોએ 7300 કરોડ રૂપિયાના શેર્સનું વેચાણ કર્યું છે. શેર બાયબેક હેઠળ પ્રેમજીએ પ્રમોટર્સને આ શેર વેચ્યા છે.

કંપનીએ આપેલી જાણકારી અનુસાર તેમણે 32 કરોડ પૂર્ણ પેડ-અપ ઇક્વિટી શેર્સ માટે 21 જૂનના રોજ 325 રૂપિયા પ્રતિ શેરના હિસાબે પોસ્ટ બાયબેક ઑફરની જાહેરાત કરી હતી. અર્થાત કંપનીએ અઝીમ પ્રેમજી અને તેના એકમોના જારી શેર્સ ખરીદ્યા છે.

આ વર્ષે એપ્રિલમાં વિપ્રોના બોર્ડે 325 રૂપિયા પ્રતિ શેરના ભાવે 32.30 કરોડ શેર બાયબેક કરવાનું એલાન કર્યું હતું. ગત મહિના આ ઑફર પૂર્ણ થઇ છે.

અઝીમ પ્રેમજી અને તેની માલિકીના એકમોએ અંદાજે 32.2 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે. કંપનીમાં અઝીમ પ્રેમજી અને તેના એકમોની કુલ 3.96 ટકા ભાગીદારી છે. આ બાયબેક પહેલા પ્રમોટર અને ગ્રુપ ફર્મની ભાગીદારી 73.83 ટકા હતી, જે હવે વધીને 74.04 ટકા થઇ ચૂકી છે. આ વેચાણથી એકત્ર કરાયેલી રકમનો મોટો હિસ્સો અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા જનકલ્યાણકારી કાર્યો પાછળ ખર્ચ કરાશે.

નોંધનીય છે કે અઝીમ પ્રેમજીએ જુલાઇ મહિનામાં વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું અને કંપનીની કમાન તેના પુત્ર રિશદ પ્રેમજીને સોંપી હતી. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર અઝીમ પ્રેમજી પાસે 18 અરબ ડૉલરની સંપત્તિ છે. માર્ચમાં પ્રેમજીએ વિપ્રોમાં તેના 67 ટકા શેર્સથી થનારી બધી જ કમાણી અઝીમ પ્રેમજી ફાઉંડેશનને આપવાની જાહેરાત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.