Site icon Revoi.in

ભાજપમાં પીએમ મોદીને એક જ વ્યક્તિ વઢી શકે છે, પણ તે અડવાણી નથી!

Social Share

ઈન્દૌર : લોકસભાની ચૂંટણી 2019માં ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ઈન્દૌર પહોંચેલા પીએમ મોદીએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની ખૂબ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યુ છે કે કામ પ્રત્યેની સુમિત્રા મહાજનની નિષ્ઠા ગજબની છે. તેની સાથે જ પીએમ મોદીએ ભાજપમાં તેમને વઢી શકનારા વ્યક્તિ સંદર્ભે પણ ખુલાસો કર્યો હતો.

પીએમ મોદીએ સુમિત્રા મહાજનના વખાણ કરતા કહ્યુ હતુ કે લોકસભા સ્પીકર તરીકે તાઈએ ખૂબ જ કુશળતા અને સંયમથી કામગીરી કરી હતી. તેના કારણે તેમમે તમામ લોકોના મનમાં અમિટ છાપ મૂકી છે. તેના સિવાય પીએમ મોદીએ કહ્યુ છે કે તમે બધાં મને પીએમ તરીકે ઓળખો છો, પરંતુ તમને કદાચ ખભર નહીં હોય છે કે પાર્ટીની અંદર કોઈ મને વઢી શકે છે, તો તે તાઈ જ છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે મે અને તાઈ (સુમિત્રા મહાજન)એ ભાજપ સંગઠનમાં સાથે કામ કર્યુ છે. હું એ વાતનો વિશ્વાસ અપાવું છું કે ઈન્દૌરના વિકાસને લઈને તાઈની કોઈપણ ઈચ્છા અધુરી રહેશે નહીં.

મહત્વપૂર્ણ છે કે 76 વર્ષીય સુમિત્રા મહાજન ભાજપના 75 વર્ષથી વધુ વયના પાર્ટીના નેતાઓના ચૂંટણી લડવાની નીતિને કારણે તેઓ ખુદ ચૂંટણી લડી રહ્યા નથી. ઈન્દૌર લોકસભા બેઠક પરથી 1989થી 2014 દરમિયાન સુમિત્રા મહાજન સતત આઠ વખત ચૂંટણી જીતી ચુક્યા છે. આ વખતે આ બેઠક પરથી સ્થાનિક નેતા શંકર લાલવાનીને ભાજપે ટિકિટ આપી છે. મહત્વપૂર્ણ છે કે 19 મેએ અહીં મતદાન થવાનું છે. જ્યાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાની અને કોંગ્રેસના ઉમેદવાર પંકજ સંઘવી વચ્ચે મુકાબલો છે.